પીએમ મોદીએ મહાત્મા ગાંધીને કર્યા રિપ્લેસ, બબાલ મચી

નવી દિલ્હી.| Last Modified શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (12:59 IST)

નવા વર્ષ સાથે મોદી સરકારને લઈને એક વધુ વિવાદ શરૂ થઈ ગયો છે. તાજેતરના વિવાદમાં પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી સરકાર નિશાના પર છે. આશ્ચર્યની વાત છે કે આ વખતે આ વિવાદ કોઈ જીવિત ગાંધી નહી પણ બાપૂ ગાંધી સાથે થયો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની ખાદી ગ્રામ ડાયરી અને કેલેન્ડર પરથી મોદી સરકારે મહાત્મા ગાંધીને હટાવીને પીએમ મોદીને ચરખો ચલાવતા બતાવતી તસ્વીર લગાવી દીધી છે.

મોદી સરકારના આ નિર્ણયથી ખુદ ખાદી ગ્રામ ઉદ્યોગના કર્મચારી પણ ખુશ નથી. તેમને જુદા જુદા ઢંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ખાઈ ગ્રામોદ્યોગ પંચના કેલેંડર પરથી મહાત્મા ગાંધીની તસ્વીર ગાયબ થવાથી નારાજ તેમના કર્મચારીઓના એક ભાગે વિરોધ રજુ કર્યો અને જાણવા માંગ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર પ્રકાશિત કરવા દરમિયાન રાષ્ટ્રપતિની તસ્વીર કેમ ન કરવામાં આવી. સંક્ષિપ્ત પ્રદર્શનમાં કેવીઆઈસી સાથે જોડાયેલ ડઝનો શ્રમિક ઉપનગરીય વિલે પારલે પર જમા થયા અને તેમણે કહ્યુ કે તેઓ આ મુદ્દે એ માટે ઉઠાવી રહ્યા છે કારણ કે ગાંધી ખાદી આંદોલન પાછળ મહત્વપૂર્ણ માર્ગદર્શક શક્તિ રહ્યા છે.

પ્રદર્શનકારીઓમાંથી એકે કહ્યુ અમે ડાયરી અને કેલેન્ડરમાં મોદીજીની તસ્વીર સામેલ કરવા વિરુદ્ધ નથી પણ ગાંધીજીની તસ્વીર ન જોઈને અમે દુખી છીએ. અમે ફક્ત એ જાણવા માંગીએ છીએ કે કેમ ગાંધીજીને અહી સ્થાન નથી આપવામાં આવ્યુ. શુ ગાંધીજી ખાદી ઉદ્યોગ માટે હવે પ્રાસંગિક નથી રહ્યા. પ્રદર્શનકારીઓએ ગાંધીજીની તસ્વીરો સાથે ફરીથી કેલેન્ડર પ્રકાશિત કરવાની માંગ કરી. આયોગના એક વરિષ્ઠ અધિકારીએ જોકે આ મુદ્દાને મહત્વ નથી આપ્યુ.

મહાત્મા ગાંધીના પરપૌત્રએ આ મામલાને લઈને પોતાનો વિરોધ નોંધાવતા નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે પીએમ મોદીને KYIC ને બંધ કરી દેવી જોઈએ. કારણ કે આમ પણ ખાદીના વિકાસ માટે કોઈ કાર્ય નથી કરવામાં આવી રહ્યુ. બાપૂની ખાદીથી ખાદી એકદમ જુદી છે અને ગરીબોની પહોંચથી દૂર પણ છે.


આ પણ વાંચો :