મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઓટાવા. , સોમવાર, 23 જુલાઈ 2018 (12:24 IST)

કનાડા આવવાનુ કારણ ન બતાવતા AAP ના બે ધારાસભ્યોને એયરપોર્ટ પરથી પાછા મોકલ્યા

આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોને કનાડામાં આવવાનુ યોગ્ય કારણ ન બતાવી શકતા  એયરપોર્ટ પરથી જ ભારત પરત મોકલી દીધા. કોટકપુરાથી ધારાસભ્ય કુલતાર સિંહ સંધવા અને રોપડથી ધારાસભ્ય અમરજીત સિંહ સંદોઆ પર્સનલ વિઝિટ માટે કનાડા ગયા હતા. રાજધાની ઓટાવાના ઈંટરનેશનલ એયરપોર્ટ પર પહેલા તેમની પૂછપરછ માટે રોકવામાં આવ્યા.   ત્યાર બાદ તેમની પુછપરછ બાદ બંનેને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતાં.
 
કુલતાર સિંહ સંધવા કોટકપુરા અને અમરજીત રોપડ બેઠક પરથી ધારાસભ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને ધારાસભ્યો હોલીડે ટ્રિપ પર કેનેડા ગયાં હતાં. પરંતુ જેવા જ બંને ઓટાવા એરપોર્ટ પર ઉતર્યા પોલીસે તેમને અટકાયતમાં લીધા હતાં.
 
ત્યાર બાદ બંને નેતાઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે તેમને તરત જ છોડી મુકવામાં આવ્યાં હતાં. જોકે તેમને કેનેડામાં પ્રવેસવા દેવામાં આવ્યા ન હતાં. બંને ધારાસભ્યો આજે ભારત પરત ફરશે. જોકે બંને ધારાસભ્યો સાથે આમ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
 
ઉલ્લેખનીય છે કે, બંને ધારાસભ્યો છેલ્લા ઘણા સમયથી અનેક કારણોસર ચર્ચામાં રહ્યાં છે. AAP ધારાસભ્ય અમરજીત સિંહ પર ઉત્પીડનનો કેસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત પણ બંને ધારારભ્યોના નામ માફિયાઓ સાથે જોડાયેલા રહ્યાં છે.