શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2022 (18:25 IST)

ફરી નિર્ભયા કેસ જેવી ઘટના- 5 લોકોનું અપહરણ કરીને 2 દિવસ સુધી બળાત્કાર, પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો

Ghaziabad Rape Case : Delhi-NCR માં ફરી નિર્ભયા કાંડ (Nirbhaya Case) જેવી ગંદી ઘટનાને અંજામ આયુ છે. દિલ્હી (Delhi)ની રહેવાસી એક મહિલા (Girl)ને પાંચ માણસો ગાઝિયાબાદ (Ghaziabad) થી કિડનેપ (kidnapped) કરી બે દિવસ સુધી ગેંગરેપ (Gang Rape) કર્યુૢ આરોપીઓએ ક્રૂરતાની બધી હદ પાર કરતા પીડિતાના પ્રાઈવેટ પાર્ટ  (Private Part) માં લોખંડની રોડ  (Iron Rod) પણ નાખી હતી. બે દિવસ બાદ યુવતીને બોરીમાં બાંધીને રોડની બાજુમાં ફેંકી દીધી હતી. યુપી 112 પોલીસને પીડિતા રોડ કિનારે પડેલી મળી હતી, ત્યારબાદ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં યુવતીના ભાઈએ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એક ફરાર છે. પીડિતાની જીટીબી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતા દિલ્હીના નંદનગરી વિસ્તારની રહેવાસી છે. તે ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારમાં રહેતા તેના ભાઈને મળવા ગઈ હતી. નંદગ્રામથી પરત ફરતી વખતે પાંચ યુવકોએ પીડિતાનું અપહરણ કર્યું હતું. આ પછી પાંચેય યુવકોએ પીડિતા પર બે દિવસ સુધી ગેંગરેપ કર્યો. આરોપીની ક્રૂરતાની તમામ હદ વટાવીને તેણે યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો પણ નાખ્યો હતો. આરોપીઓએ યુવતીને પણ ખરાબ રીતે માર માર્યો હતો અને ગરીબ હાલતમાં કોથળામાં ભરીને તેને રસ્તાની બાજુમાં મરવા માટે ફેંકી દીધી હતી.