1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્લી: , બુધવાર, 26 જુલાઈ 2017 (20:05 IST)

Big Breaking News - બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાએ રાજકીય ભૂકંપ સર્જયો

nitish-kumar
મહાગઠબંધનમાં ચાલી રહેલી અટકળો વચ્ચે નીતિશ કુમારના રાજીનામાએ રાજકીય ભૂકંપ સર્જયો છે. આમ, આ રાજીનામાથી જેડીયુ અને આરજેડીનું મહાગઠબંધન તૂટ્યુ હોવાની ચર્ચા ચારેકોર ચાલી છે. તો બીજી તરફ તેજસ્વીના રાજીનામાને લઈને મહાગઠબંધનને લઈને ચાલી રહેલી રાજનીતિક ઈસ્યૂ ખુલીને સામે આવ્યો છે.બિહારમાં રાજનૈતિક હલચલની વચ્ચે બિહારના સીએમ નીતિશ કુમારે આજે રાજ્યપાલ કેજરીનાથ ત્રિપાઠી સાથે મુલાકાત કરી હતી. સુત્રોના મતે આ મુલાકાતમાં નીતિશ કુમાર રાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું હતું. બીજેપી હવે નીતિશ કુમારને સરકાર બનાવવા માટે બહારથી સમર્થન આપી શકે છે.
 
આ પહેલા આરજેડીની બેઠક બાદ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, તેજસ્વી યાદવ રાજીનામુ નહિ આપે.
 
આ પહેલા આરજેડીની બેઠક બાદ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, તેજસ્વી યાદવ રાજીનામુ નહિ આપે. આજે જેડીયૂ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જાણકારોના મતે  બેઠકમાં નીતિશ કુમારે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. અને સાંજે નીતિશ કુમાર રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું આપ્યું હતું.
 
રાજીનામું આપ્યા પછી નીતિશ કુમારે કહ્યું કે, મેં મહામહિમ સાથે મુલાકાત કરીને રાજીનામું આપી દીધું છે. અમારાથી જેટલું થયું ત્યાં સુધી અમે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો. મેં જનતાના હિતમાં કામ કર્યું. મેં સતત બિહાર માટે કામ કરવાની કોશિશ કરી. પરંતુ હાલનો જે માહોલ છે, તેમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. અમે તેજસ્વી પાસે રાજીનામું માંગ્યું નથી, પરંતુ લાલૂ અને તેજસ્વીને એટલું જ કહ્યું છે કે તમારા ઉપર જે આરોપ લાગ્યો છે તેને સ્પષ્ટ કરે.
 
તમને જણાવી દઈએ કે બિહારમાં લાલૂ યાદવે ઘર પર સીબીઆઈની રેડ, રેલ્વે ટેંડર કૌભાંડમાં ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવનું નામ આવ્યા પછી નીતિશ કુમાર પર તેજસ્વી યાદવના રાજીનામા માટે દબાણ વધી રહ્યું હતું. આ આખો મામલો રાજનૈતિક રૂપ ધારણ કર્યા પછી નીતિશ કુમારે પોતાનું રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.