રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (16:53 IST)

દુનિયાના કોઈ દેશમાં નથી હિન્દુસ્તાનના PM ને ઝુકાવવાની ઔકાત, BJP પછી કોંગ્રેસનો સોરોસ પર હુમલો

Congress on George Soros: પ્રધાનમંત્રી મોદી પર અમેરિકી અરબ પતિ જોર્જ સોરોસના નિવેદનને લઈને ભાજપા પછી કોંગ્રેસે પણ હુમલો બોલ્યો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરી  જોર્જ સોરોસને ફટકાર લગાવી છે. જયરામ રમેશે કહ્યુ, પીએમ મોદી સાથે જોડાયેલ અદાણી સ્કેમ ભારતમાં લોકતાંત્રિક પુનરુત્થાન શરૂ કરે છે કે નહી, આ સંપૂર્ણ રીતે કોંગેસ, વિપક્ષ  અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર કરે છે. 
 
BJP પછી કોંગ્રેસે પણ જ્યોર્જ સોરોસ પર નિશાન સાધ્યું
જયરામ રમેશે વધુમાં કહ્યું કે અદાણી કેસને જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી. અમારો નહેરુવીયન વારસો સુનિશ્ચિત કરે છે કે તેમના જેવા લોકો અમારા ચૂંટણી પરિણામો નક્કી ન કરી શકે. તે સંપૂર્ણપણે કોંગ્રેસ, વિપક્ષ અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે.
 
દુનિયાના કોઈ દેશમાં નથી હિન્દુસ્તાનના PM ને ઝુકાવવાની તાકત 
બીજી બાજુ કોંગ્રેસ નેતા સુરેન્દ્ર રાજપૂરે પણ જોર્જ સોરોસ પર હુમલો બોલ્યો. તેમણે કહ્યુ કે સ્મૃતિ ઈરાની સ્પષ્ટ સાંભળી લો. પીએમ મોદીને કોઈ ઝુકાવે કોઈ ઉઠાવે એ જોવુ ભાજપનુ કામ છે,  પણ હિન્દુસ્તાનના પીએમને ઝુકાવવાની ઔકાત દુનિયામા કોઈની નથી. ભાજપા દેશની પાછળ ન છુપાય.  
 
જોર્જ સોરોસ માટે BJP કેમ કરી રહી છે પ્રેસ કૉન્ફ્રેંસ 
આ ઉપરાંત શિવસેના ની સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે જોર્જ સોરોસ કોણ છે અને ભાજપાને ટ્રોલ મંત્રાલય તેમને સમર્પિત એક પૂરી પ્રેસ કૉંફ્રેંસ કેમ કરી રહી છે. તેમણે કહ્યુ કે મંત્રીજી ભારતની ચૂંટણી પ્રર્કિયામાં ઈઝરાયલી એજંસીના હસ્તક્ષે પર કોઈ ટિપ્પણી ? આ ભારતના લોકતંત્ર માટે એક મોટુ સંકટ છે. 
 
શુ છે મામલો 
 
ઉલ્લેખનીય છે કે અમેરિકી અરબપતિ જોર્જ સોરોસે પીએમ મોદી પર અદાણી મામલાને લઈને અનેક આરોપ લગાવ્યા હતા.  જ્યારબાદ ભાજપાએ જોર્જ સોરોસ પર હુમલો બોલ્યો. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે જોર્જ સોરોસ જેવા વ્યક્તિ ઈચ્છ એકે એક કજોર દેશ હોય, જેમા કજોર સરઅકર હોય અને જે તેમના દિશા-નિર્દેશ મુજબ ચાલે, પણ આ એક નવુ હિન્દુસ્તાન છે.