ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 26 મે 2021 (21:04 IST)

UP પોલીસ - માસ્ક ન પહેરતા યુવકના હાથ-પગમાં ખીલ્લીઓ ઠોકી

કોરોનાકાળમાં ઉત્તર પ્રદેશ પોલીસનો ભયાનક ચહેરો જોવા મળ્યો છે. પોલીસે ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી છે. મામલો બરેલીનો છે. અહીના પોલીસ સ્ટેશન બારાદરીના જોગી નવાદામાં પોલીસે માસ્ક ન પહેરવા બદલ એક યુવકના હાથ-પગમાં ખીલ્લીઓ ઠોકવાનો આરોપ પોલીસ ઉપર લગાવ્યો છે.
 
બરેલીના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનારા રંજીતના હાથ અને પગમાં ખીલ્લીઓ ઠોકેલી મળી. બુધવારે તે પોલીસ સ રણજિત હાથ અને પગમાં ખીલી સાથે મળી આવ્યો હતો. તે બુધવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવારના સભ્યોનું કહેવું છે કે તે રાત્રે 10 વાગ્યે ઘરની બહાર બેઠો હતો. પોલીસ પેટ્રોલીંગ પર આવી અને રંજીત ગુસ્સે થઈ. પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેના હાથ અને પગમાં ખીલ્લીઓ ઠોકી દીધી. રંજીતને  ઢોર માર મારવામાં આવ્યો હતો.
 
રંજીતની માતા શીલા દેવીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જોકે SSP રોહિત સજવાણે આ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે યુવકે 24 મેના રોજ પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. માસ્ક પહેર્યા વિના બહાર ફરી રહ્યો હતો. તેના વિરુદ્ધ FIR નોંધાઈ હતી. તે ધરપકડથી બચવા માટે તે કાવતરુ રચી રહ્યો છે.  તેણે ખીલ્લીઓ જાતે જ મારી છે.