સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 24 મે 2021 (22:24 IST)

ટૂલકિટ કેસ - દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે Twitter ઓફિસની તપાસ લીધી

દિલ્હી પોલીસ સ્પેશલ સેલની ટીમે કોંગ્રેસના કથિત ટૂલકિટ મામલામાં દિલ્હી અને ગુરૂગ્રામ સ્થિત Twitter ઈંડિયાના ઓફિસની શોધ લીધી છે.  આ પહેલા દિલ્હી પોલીસે ટુલકિટ મામલે ટ્વિટરને નોટિસ મોકલી હતી. દિલ્હી પોલીસનુ કહેવુ હતુ કે તે ફરિયાદ પર તપાસ કરી રહી છે. 
 
ન્યુઝ એજંસી એએનઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યુ કે દિલ્હી પોલીસની ટીમ નિયમિત પ્રક્રિયાના હેઠળ ટ્વિટરને નોટિસ આપવા માટે ટ્વિટર કાર્યાલય ગઈ હતી. આ જરૂરી હતુ કે આ જાણ કરવાની હતી કે નોટિસ આપવા માટે યોગ્ય વ્યક્તિ કોણ છે, ટ્વિટર ઈંડિયાના એમડીના જવાબ અસ્પષ્ટ હતા. 
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસના કથિત ટૂલકિટને બીજેપી નેતાઓ દ્વારા ટ્વીટ કરવા પર Twitterએ મૈનુપુલેટેડ મીડિયા કૈટેગરી (તોડી-મરોડીને રજુ કરવાની મીડિયા શ્રેણી)માં નાખી દીધો હતો.