મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (22:07 IST)

ગાંધીનગરની પ્રેમિકાને મળવા પ્રેમીએ નોકરીના ખોટા કોલ લેટર અને ચેક આપ્યા,મામલો હેલ્પલાઈન સુધી પહોંચ્યો

ગાંધીનગરમાં રહેતી યુવતીને અમદાવાદના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતીના ઘરેથી બહાર નીકળવાની મનાઈ હોવાથી બંને એકબીજાને મળે તેના માટે પ્રેમીએ અમદાવાદમાં રૂ.10 હજારના પગારની નોકરી આપવાનું કહ્યું હતું. પ્રેમીએ નોકરીનો ખોટો કોલ લેટર આપ્યો હતો જેના પર યુવતી ઘરેથી અમદાવાદ આવતી બંને આખો દિવસ જોડે રહેતા અને સાંજે યુવતી ઘરે જતી રહેતી હતી. જ્યારે યુવતીના ઘરે પગાર માંગતા યુવકે તેના પિતાની જૂની ચેકબુકમાંથી 8 ચેક આપ્યા હતા. આ ચેક ખોટા હોવાની જાણ થતાં યુવતી પ્રેમીના ઘરે પહોંચી હતી અને જાણ કરી હતી. પ્રેમીના પરિવારે ખરાબ વર્તન કરતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.

હેલ્પલાઈનની હાજરીમાં યુવકે ઘરમાં છરી વડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ઉપરાંત પ્રેમીની માતાએ યુવતી પર હુમલો કર્યો હતો જો કે હેલ્પલાઇનની ટીમે સમયસૂચકતા વાપરી ગાડીમાં બેસાડી પોલીસને બોલાવી ફરિયાદની કાર્યવાહી કરી હતી. ગાંધીનગર જિલ્લામાં રહેતી એક યુવતીને ગત નવેમ્બર મહિનામાં ફેસબુક પર અમદાવાદના એક યુવક સાથે પ્રેમ થયો હતો. બંને મળવું હતું પરંતુ યુવતીને ઘરેથી બહાર ન જાવા દેતા પ્રેમી યુવકે પ્રેમિકાને મળવા અમદાવાદમાં રૂ 10 હજારનો પગારવાળી નોકરી આપવા કહ્યું હતું જે માટે ડોક્યુમેન્ટ લઈ અમે ખોટો કોલ લેટર પણ આપ્યો હતો. જેના પર મહિનામાં બેથી ત્રણ વાર તેઓ મળતાં આખો દિવસ જોડે પસાર કરી અને સાંજે ઘરે જતા રહેતા હતા. 6થી 8 મહિના આવી રીતે મળતાં હતા. યુવતીના પરિવારે સેલેરી માગતા પ્રેમીએ પોતાની નોકરી છૂટી ગઈ છે અને એકપણ રૂપિયા આપી શકે તેમ નથી. યુવતીને પગાર લાવવા ઘરેથી દબાણ કરતા પ્રેમીને જાણ કરી હતી. પ્રેમીએ તેના પિતાની જૂની ચેકબુકના 8 ચેક આપ્યા હતા. બેકમાં જઈ અને ચેક આપતા ખોટા ચેક હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવતી પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી. આ બાબતે પ્રેમીના પરિવારને જાણ હતી અને યુવતી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. જેથી મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમ પહોંચતાં તેમની સાથે પણ પ્રેમી અને તેના પરિવારે ખરાબ વર્તન કર્યું હતું. જેથી પોલીસને જાણ કરી હતી. પ્રેમી યુવકે ગુસ્સામાં આવી રસોડામાં જઈ છરી વડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે ટીમે તેને પકડી વાનમાં બેસાડી દીધો હતો.બીજી તરફ તેની માતાએ પણ યુવતી પર હુમલો કરતા તેમને પણ પકડી વાનમાં બેસાડી પોલીસ બોલાવી હતી. પોલીસ આવતા તમામને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જ્યાં તેઓની સામે ફરિયાદ અંગે કાર્યવાહીની સમજ હેલ્પલાઈનની ટીમે આપી હતી.