શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (17:45 IST)

ગુજરાતમાં જૂની પદ્ધતિ પ્રમાણે અપાશે રસી, કોવિન એપ પર રજિસ્ટ્રેશન ફરજિયાત

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.
 
તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 1 માર્ચ 2021ના રોજ તબક્કા-2ના પ્રારંભ સાથે આ કવાયતમાં 45 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના નાગરિકોને ફક્ત CoWIN ડિજિટલ પ્લેટફોર્મ પર ઑનલાઇન નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધા આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રાથમિકતા સમૂહ માટે સ્થળ પર નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 
 
તે પછી, 1 મે 2021થી ઉદારીકૃત કિંમત અને પ્રવેગિત રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ વ્યૂહનીતિના અમલ સાથે રસીકરણ કવરેજ માટેનો વ્યાપ વધારીને 18 થી 44 વર્ષના વયજૂથના લોકોને પણ તેમાં સમાવી લેવામાં આવ્યા. 18 થી 44 વર્ષના વયજૂથના લોકોને શરૂઆતમાં માત્ર ઑનલાઇન માધ્યમથી જ નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધાના કારણે રસીકરણ કેન્દ્રો પર ભીડ એકત્રિત થતી ટાળવામાં ઘણી મદદ મળી.
 
આ સંદર્ભમાં, રાજ્યો દ્વારા આપવામાં આવેલા વિવિધ પ્રેઝન્ટેશન અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને 18 થી 44 વર્ષના વયજૂથના રસીકરણ માટે પ્રાપ્ત થયેલા ઇનપુટ્સના આધારે, કેન્દ્ર સરકારે હવે ઉલ્લેખિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને 18 થી 44 વર્ષના વયજૂથ માટે CoWIN ડિજિટલ પ્લેટફોર્મ પર ઑનલાઇન નોંધણી ઉપરાંત સ્થળ પર નોંધણી/ સુવિધા પ્રાપ્ત સમૂહ માટે નોંધણીની સગવડ પણ આપવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જૂની પદ્ધતિ અમલી રહેશે.