1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (16:19 IST)

કેન્દ્ર સરકારે કહ્યું હવે 18+ના લોકોને વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની જરૂર નથી

કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18-44 વયગ્રુપના લોકોને વેક્સિન માટે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે. પરંતુ ગુજરાતમાં વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરાવવું પડશે. રાજ્ય સરકાર તરફથી હજુ કોઈપણ ફેરફાર કરવામાં આવ્યા નથી.આ વિશે આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ સ્પષ્ટપણે જણાવ્યું છેકે, રાજ્યમાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.રાજ્યમાં અત્યારે 10 શહેરમાં 18થી 44 વય જૂથના લોકોનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ કોરોના વોરિયર્સ અને 45થી વધુ વયના લોકોનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. હવે 18થી44 વય જુથના લોકોને રસીના ડોઝ દરરોજ 30 હજાર આપવામાં આવતા હતા. આ વય જુથમાં યુવાનોની સંખ્યા હોવાથી રાજ્ય સરકારે 18થી44 વય જુથના લોકોના રસીકરણને વ્યાપક બનાવવા એક સપ્તાહ સુધી દરરોજ એક લાખ લોકોનું રસીકરણ કરવાનું નક્કી કર્યુ છે. આ માટેનું સુચારું આયોજન થઇ ગયું હોવાનું આરોગ્ય અગ્રસચિવ ર્ડા. જયંતિ રવિએ જણાવ્યું હતું. આરોગ્ય અગ્ર સચિવે કહ્યું હતું કે, ગુજરાત દેશભરમાં પર મિલીયન વેકસિનેશનમાં અગ્રેસર રહ્યું છે. હવે 18થી 44 વય જુથમાં પણ દેશમાં અગ્રેસર રહેવા માટેની પ્રતિબધ્ધતા જયંતિ રવિએ વ્યકત કરી હતી.