શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (14:45 IST)

45 દિવસથી કોરોના સંક્રમિત મહિલા કોમામાં હતી, વાયગ્રાએ બચાવી જીંદગી

37 વર્ષીય નર્સ મોનિકા અલ્મેડા 45 દિવસથી કોમામાં હતી. 
વાયગ્રાએ જીવ બચાવી લીધો 
 
37 વર્ષીય નર્સ મોનિકા અલ્મેડા 45 દિવસથી કોમામાં હતી. અને મૃત અવસ્થામાં જ પડી હતી પણ જેમ જ તેને વાયગ્રાનો ડોઝ આપવામાં આવ્યા તો તેને તરત જ ભાન આવી ગયો. તેને આયગ્રા આપવાનો આઈડિયા તેની સહકર્મીએ આપ્યો હતો. 
 
જાણૉ શુ છે મામલો 
મોનિકા અલ્મેડા નામની 37 વર્ષીય એક મહિલા 16 નવેમ્બરએ કોમામા જતી રહી. તેને ઓક્ટોબરમાં કોરોના થયો હતો. એનએચએસ લિંકનશાયરમાં કોરોનાના દર્દીઓની સતત સારવાર કરતા સમયે તે ઓક્ટોબરમાં કોરોનાની ઝપેટમાં આવી હતી. તેની ધીરે ધીરે તબિયત ખરાબ થઈ અને વધારે બગડી. તેને લોહીની ઉલ્ટીઓ થવા લાગી. આ બાદ તેમને હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી. ત્યાંથી તેમને રજા આપી દેવામાં આવી. પરંતુ થોડાક દિવસ પહેલા મોનિકાને શ્વાસ લેવામાં સમસ્યા આવવા લાગી. બાદમાં તે ફરી હોસ્પિટલમાં દાખલ થઈ. પરંતુ ઓક્સિજન લેવલ સતત ઘટ્યા બાદ તે 16 નવેમ્બરમાં કોમામા જતી રહી

હારી થાકીને મોનિકાના સહયોગીઓએ તેમને વાયગ્રાના હેવી ડોઝ આપવાનો નિર્ણય કર્યો અને આ ચમત્કાર કર્યો. વાયગ્રાનો ડોઝ આપ્યાની થોડી વાર બાદ તે હોશમાં આવી હતી.