સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 26 માર્ચ 2022 (18:06 IST)

OMG માતાના દૂધમાંથી બનાવેલા દાગીના

માતાના દૂધમાંથી બનાવેલા દાગીના આ વાત સાંભળવામાં ખૂબ ગજબ લાગવાની સાથે જ એક મમતાભરી ફીલીંગ્સ આવી જાય છે અને દરેક સ્ત્રીને તેના બાળકના જન્મની બધી ક્ષણ આંખો સામે તરવરી ઉઠે છે.   ત્રણ બાળકોની માં સાફિયા રિયાદે તેના દૂધના ઉપયોગથી દાગીના બનાવી દીધા સાફિયા રિયાદ અને તેના પતિ એડમ રિયાદ મેજેન્ટા ફ્લાવર્સ કંપનીમાં માંના દૂધમાંથી કિમતી સ્ટોન્સ બનાવવાનુ કામ કરે છે. આ ગિફ્ટિંગ કંપનીએ 2019થી માર્કેટમાં તેનુ પગલુ મુક્યુ હતુ અને અત્યાર સુધી કંપનીએ 4000 ઓર્ડર આપ્યાં છે.  આ વ્યાપારથી ઘણો નફો થઇ રહ્યો છે.
 
હવે કંપનીએ વ્યાપાર વધારી તેમાં બ્રેસ્ટ મિલ્કમાંથી બનાવેલા  દાગીના પણ એડ કરી લીધા છે. માતાના દૂધમાંથી બનાવેલા દાગીનાની માંગ પણ વધી રહી છે. આ પ્રકારના દાગીના મહિલાને તેના માતા બનવાના અહેસાસને જોડીને રાખવામાં મદદ કરે છે. આ માં અને બાળકની વચ્ચેના સંબંધને સંભાળીને રાખવાનો સારો વિકલ્પ હોઇ શકે છે. કંપનીએ 2023 સુધી 1.5 મિલિયન પાઉન્ડ એટલેકે 15 કરોડ રૂપિયાનો વ્યાપાર કરવાનુ અનુમાન લગાવ્યું છે. એક રિપોર્ટ મુજબ, આ કપલે માંના દૂધમાંથી બનાવેલા દાગીના વિશે ક્યાક વાંચ્યુ હતુ. ત્યારબાદ બંનેએ તેનો વ્યાપાર કરવાનો નિર્ણય કર્યો. તમને આ દાગીનામાં  હાર, ઝુમખા અને રીંગ્સ મળી શકે છે