1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (15:10 IST)

Omicron Variant- ભારતમાં ઓમિક્રોનના 73 કેસ નોંધાયા, ઝડપથી ફેલાઇ રહ્યો છે ઓમિક્રોન, જાણો કયા રાજ્યમાં નોંધાયા કેટલા કેસ

Omicron Variant
કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ બાદ હવે ઓમિક્રોન દુનિયા માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. ઓમિક્રોનને ખતરનાક માનવામાં આવે છે કારણ કે તેના ફેલાવાનો દર ખૂબ જ ઝડપી છે. ભારતમાં પણ 73 થી વધુ કેસ નોંધાયા છે. બુધવારે કેરળમાં ઓમિક્રોનના ચાર નવા કેસ મળી આવ્યા હતા. આ સાથે રાજ્યમાં આ સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.
 
કોરોનાના નવા વેરિએન્ટના નવા કેસો સતત સામે આવી રહ્યા છે. બુધવારે કુલ 12 વધુ કેસ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ચંદીગઢ અને પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે.
 
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અનુસાર, ઓમિક્રોન ઝડપથી ફેલાય છે અને ઘણી જગ્યાએ તેનો બમણો થવાનો દર માત્ર બે દિવસ છે. વિભાગ અનુસાર, હાલમાં અમેરિકામાં કુલ કેસમાંથી 3 ટકા કેસ ઓમિક્રોનના છે. આવનારા સમયમાં ઓમિક્રોન ઘણા દેશોમાં ફેલાઈ શકે છે અને સ્વાસ્થ્ય પ્રણાલી માટે પડકાર બની શકે છે.
 
વિશ્વભરના વૈજ્ઞાનિકો અને રોગચાળાના નિષ્ણાતો ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સતર્ક થઈ ગયા છે. એટલું જ નહીં, 24 નવેમ્બરે જ્યારે ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તેને "વેરિએન્ટ ઓફ કંસર્ન" ના રૂપમાં વર્ગીકૃત કર્યો હતો. જોતજોતાં આજે આ વેરિએન્ટ લગભગ 60 દેશોમાં ફેલાઈ ગયો છે. તાજેતરના ડેટાથી ખબર પડે છે કે આ પ્રકાર 30-50 પરિવર્તન અથવા મ્યૂટેશન કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય મુસાફરોની સ્ક્રિનિંગ અને પરીક્ષણને સઘન બનાવવાની સાથે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.