1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (09:45 IST)

Omicron- અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ મળતા ફટફડાટ

દેશમાં ઓમિક્રોન(Omicron) ના કેસ વધતા ત્રીજી લહેર(Third Wave) ની શક્યતા વધી રહી છે. દક્ષિણજ અફ્રીકાથી મળી આવેલ કોરોના વાયરસ(Coronavirus)  નવા વેરિએંટ ઓમિક્રોન(omicron) ના કેસ ભારતમાં સતત વધી રહ્યા છે. નવા ઘાતક ઓમિક્રોનનો આજે અમદાવાદમાં શંકાસ્પદ કેસ સામે આવતા ફટફટાટ ફેલાયો છે. 
 
ભારતમાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિયન્ટના 20થી વધુ કેસ મળ્યા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલે 1200 બેડ સાથે ઓમિક્રોન આઇસોલેશન વોર્ડ શરૂ કર્યો છે. 
 
ઓમિક્રોન શંકાસ્પદ દર્દી 48 વર્ષના આણંદના રહેવાસીમાં ઓમિક્રોનના લક્ષણો જણાવતા જીનોમ સિકવંસિંગ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે. 

ગુજરાતના 42 વર્ષીય વ્યક્તિમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ વ્યક્તિ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો હતો. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 41 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઓમિક્રોનનો આ ચોથો કેસ છે. અધિકારીઓએ જણાવ્યું કે, 3 ડિસેમ્બરના રોજ, જ્યારે તે કેન્યા અને અબુ ધાબી થઈને દક્ષિણ આફ્રિકાથી દિલ્હી પહોંચ્યો ત્યારે પહેલીવાર વ્યક્તિમાં કોરોના વાયરસના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 4 ડિસેમ્બરે બીજી તપાસમાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
 
ઓમિક્રોન વેરિએન્ટ વધુ ચેપી હોવાનું ગણવામાં આવે છે. અત્યાર સુધીમાં, સમગ્ર દેશમાં છ રાજ્યો- મહારાષ્ટ્ર (20), રાજસ્થાન (9), કર્ણાટક (3), ગુજરાત (4), કેરળ (1) અને આંધ્રપ્રદેશ (1) અને બે કેન્દ્રશાસિત પ્રદેશો- દિલ્હી (2) અને ચંદીગઢ (1) માં કેસો નોંધાયા છે દરમિયાન, સરકારે કોવિડ સંબંધિત પ્રોટોકોલને અનુસરવામાં શિથિલતા સામે ચેતવણી આપી છે, લોકોને રસીકરણમાં વિલંબ ન કરવા વિનંતી કરી છે.