મંગળવાર, 29 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (14:49 IST)

Omicron Virus In gujarat- ગુજરાતમાં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો, દેશમાં કુલ 41 કેસ, સૌથી વધુ મહારાષ્ટ્રમાં

ગુજરાતના 42 વર્ષીય વ્યક્તિમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ વ્યક્તિ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો હતો. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 41 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઓમિક્રોનનો આ ચોથો કેસ છે. અધિકારીઓએ જણાવ્યું કે, 3 ડિસેમ્બરના રોજ, જ્યારે તે કેન્યા અને અબુ ધાબી થઈને દક્ષિણ આફ્રિકાથી દિલ્હી પહોંચ્યો ત્યારે પહેલીવાર વ્યક્તિમાં કોરોના વાયરસના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 4 ડિસેમ્બરે બીજી તપાસમાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
 
આ પછી તેને આઈસોલેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં 8 ડિસેમ્બરે, ત્રીજા ટેસ્ટમાં, વ્યક્તિ કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટ સાથે સકારાત્મક મળી આવ્યો હતો. તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.
 
હાલમાં તે વ્યક્તિને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે, જ્યાં સારવાર ચાલી રહી છે. વહીવટીતંત્રે તેના તમામ સંબંધીઓ તેમજ ચાર સહ-પ્રવાસીઓના કોવિડ ટેસટ કરવામાં આવ્યા છે, જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગઈકાલે પણ મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે નવા કેસ નોંધાયા છે. બંને દર્દીઓની દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી છે.
 
ઓમિક્રોન વેરિએન્ટ વધુ ચેપી હોવાનું ગણવામાં આવે છે. અત્યાર સુધીમાં, સમગ્ર દેશમાં છ રાજ્યો- મહારાષ્ટ્ર (20), રાજસ્થાન (9), કર્ણાટક (3), ગુજરાત (4), કેરળ (1) અને આંધ્રપ્રદેશ (1) અને બે કેન્દ્રશાસિત પ્રદેશો- દિલ્હી (2) અને ચંદીગઢ (1) માં કેસો નોંધાયા છે દરમિયાન, સરકારે કોવિડ સંબંધિત પ્રોટોકોલને અનુસરવામાં શિથિલતા સામે ચેતવણી આપી છે, લોકોને રસીકરણમાં વિલંબ ન કરવા વિનંતી કરી છે.
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે સોમવારે (13 ડિસેમ્બર) ભારતમાં કોવિડની સંખ્યા વધીને 3,46,97,860 થઈ ગઈ છે, જેમાં એક દિવસમાં 7,350 લોકો સંક્રમિત થયા છે. જો કે, સક્રિય કેસની સંખ્યા ઘટીને 91,456 પર આવી છે, જે 561 દિવસમાં સૌથી ઓછી છે.