બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (09:42 IST)

Omicron updates - દેશમાં અત્યાર સુધીમાં 250 ઓમિક્રોન સંક્રમિત, PM મોદી આજે અધિકારીઓ સાથે કરશે બેઠક

કોરોના વાયરસ(coronavirus) નું ઓમિક્રોન(Omicron)  સ્વરૂપ હવે દેશના 15 રાજ્યોમાં પહોંચી ગયું છે. તેના ફેલાવાને જોતા IIT નિષ્ણાતોએ ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી લહેર(Third wave)  આવવાની આશંકા વ્યક્ત કરી છે. જોખમને જોતા દિલ્હી સરકારે ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
 
અત્યાર સુધીમાં દેશભરમાં ઓમિક્રોનના 250 સંક્રમિત લોકો મળી આવ્યા છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે માત્ર 213ની પુષ્ટિ કરી છે. જેમાંથી 90 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સરકારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 54 કેસની પુષ્ટિ કરી છે, જ્યારે રાજ્ય સરકારે 65 કેસ નોંધ્યા છે.
વડાપ્રધાન આજે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે
દેશમાં ઓમિક્રોનના ઝડપી પ્રસારને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. એક જ દિવસમાં દેશભરમાં કોરોનાના 6,317 નવા કેસ નોંધાયા છે, જે મંગળવાર કરતા 18.6 ટકા વધુ છે. આ દરમિયાન કોરોનાને કારણે 318 દર્દીઓના મોત થયા છે.
 
જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના માત્ર 213 કેસની પુષ્ટિ કરી છે, પરંતુ બિનસત્તાવાર આંકડો 236 આસપાસ પહોંચી ગયો છે.
બિલ ગેટ્સની ડરામણી ચેતવણી - કહ્યું,આપણે મહામારીના સૌથી ખરાબ યુગમાં પ્રવેશી રહ્યાં છીએ 
કહ્યું-મેં મારી ઘણી રજાઓ રદ કરી દીધી છે આપણે મહામારીના સૌથી ખરાબ સમયમાં પ્રવેશી રહ્યાં છીએ ઓમિક્રોન આપણા બધાને ઘરે દસ્તક દેશે. મારા નજીકના મિત્રો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને મેં મારી મોટાભાગની રજાની યોજનાઓ રદ કરી દીધી છે.
કોરોનાનું નવું વેરિઅન્ટ 'ઓમિક્રોન'(Omicron)  દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 221 લોકો તેનાથી સંક્રમિત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના સૌથી વધુ 65 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અને 54 દર્દીઓ દિલ્હીમાં મળી આવ્યા છે. ઓમિક્રોન ચેપ 14 રાજ્યોમાં ફેલાયો છે જેમાં બે ચેપ ઓડિશામાં અને ત્રણ જમ્મુ અને કાશ્મીરમાં છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો તેલંગાણા (20), કર્ણાટક (19), રાજસ્થાન (18), કેરળ (15), ગુજરાત (14) અને ઉત્તર પ્રદેશમાં (2) કેસ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં બે કેસ છે જ્યારે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢમાં એક-એક કેસ છે.
 
ઓમિક્રોન કેસ ફેબ્રુઆરીમાં ટોચ પર આવશે
ભારતમાં ઓમિક્રોન(Omicron) ના કેસ: IIT કાનપુરના વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલ અને IIT હૈદરાબાદના વૈજ્ઞાનિક એમ વિદ્યાસાગરે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં ઓમિક્રોનના કેસ ટોચ પર આવશે. તેમના ફોર્મ્યુલા મોડલના અભ્યાસ અનુસાર, બંને વૈજ્ઞાનિકોએ કહ્યું કે ફેબ્રુઆરીમાં દરરોજ 1.5 થી 1.8 લાખ કેસ આવી શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે એક મહિનામાં તે પણ શમી જશે. ઉપરાંત, અનુમાન સૂચવે છે કે એપ્રિલ સુધીમાં, કેસ નોંધપાત્ર રીતે ઘટશે અને મે સુધીમાં તે વર્તમાન સ્તરે આવી જશે. 
 
 
જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના માત્ર 213 કેસની પુષ્ટિ કરી છે, પરંતુ બિનસત્તાવાર આંકડો 230 આસપાસ પહોંચી ગયો છે.