બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2023 (11:32 IST)

PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી, 140 કરોડ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના

PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા, 140 કરોડ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના, જુઓ તસવીરો
 
PM મોદી સોમવારે આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશના 140 કરોડ લોકો માટે પ્રાર્થના કરી હતી.
 
તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી મંદિરમાં રહ્યા હતા.
 
મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી તેલંગાણા જવા રવાના થશે. જ્યાં તેઓ ચૂંટણી રેલીને સંબોધશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં જ મથુરાના વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાંકે બિહારીની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.