રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 18 ફેબ્રુઆરી 2020 (13:28 IST)

Twitter-Facebook પર ગુજરાતીઓનો એકાધિકાર નથી, તેમને બિહારીએ જ શિખવાડ્યુ - પ્રશાંત કિશોર

જદયુમાંથી કાઢ્યા પછી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે પહેલીવાર પ્રેસ કૉન્ફ્રેસ કરી નીતીશ કુમાર પર હુમલો કર્યો. બિહાર વિકાસની વાત કરવા આવેલ પ્રશાંત કિશોરે નીતીશ્કુમારને ગોડસેની વિચારધારા પર ચાલનારો નેતા ગણાવ્યો. સાથે જ કોઈનુ નામ લીધા વગર તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ નિશાન તાક્યુ.  ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરે પટનામાં મંગળવારે એક રીતે એક તીરમાંથી બે નિશાન તાક્યા. એક બાજુ જ્યા તેમણે બિહાર વિકાસના મુદ્દે નીતિશ સરકારની આલોચના કરી તો બીજી બાજુ ટ્વિટર અને ફેસબુકના ઉપયોગને લઈને નામ લીધા વગર પીએમ મોદી અને અમિત શાહ પર પણ પ્રહાર કર્યા. 
 
પ્રશાંત કિશોરે નીતીશ કુમારના એ નિવેદનનો હવાલો આપ્યો જેમા તેમણે ટ્વિટર પર બોલવા માટે તેમની આલોચના કરી હતી. નીતીશના એ નિવેદનનો ઉલ્લેખ કરી પ્રશાંત કિશોરે કહ્યુ, બિહારના યુવા જો ફેસબુક ટ્વિટર ચલાવે છે તો તેમા શુ ખોટુ છે ? બિહાર હંમેશા પોસ્ટકાર્ડ વાળુ જ રાજ્ય બની રહ્યુ. આ હુ નથી ઈચ્છતો. ફેસબુક અને ટ્વિટર પર ફક્ત ગુજરાતના લોકોનો એકાધિકાર નથી.  ગુજરાતના લોકોને શીખવાડનારો પણ બિહારનો જ હતો.  હુ ઈચ્છુ છુ કે બિહારના યુવાનો પણ ટ્વિટર ફેસબુક ચલાવે. અમે લોકો બેવકૂફોના રાજ્યમાંથી થોડી છીએ ? તમે શુ ઈચ્છો કે બિહાર હંમેશા ગરીબ જ રહે ? તે ફેસબુક-ટ્વિટર અને સોશિયલ મીડિયા ન ચલાવે. ? 
 
ઉલ્લેખનીય છે કે 2014માં જ્યારે મોદી પ્રચંડ બહુમતથી મોદી સરકાર પહેલીવાર સત્તામાં આવી હતી તો તેની પાછળ પ્રશાંત કોશરની ચૂંટણી રણનીતિ મોટુ કારણ માનવામાં આવ્યુ. સોશિયલ મીડિયાનો કોઈએ પહેલીવાર જો રાજનીતિક રૂપે ચૂંટણી હથિયારના રૂપમાં ઉપયોગ કર્ય છે તો એ બીજેપી જ હતી.  એ સમયે લોકસભા ચૂંટણીમાં કિશોર અને તેમની ટીમ બીજેપીનુ જ કૈપેનિંગ જોઈ રહી હતી. 
 
પટનામાં પ્રશાંત કિશોરે પત્રકાર પરિષદમાં કહ્યું કે નીતીશજી સાથે મારા સંબંધ વિશુદ્ધ રાજનીતિક રહ્યા નથી. ડિસેમ્બર 2014મા પહેલી વખત મળ્યા હતા, જે રીતે નીતીશજીએ સાથ આપ્યો, તેમણે કોઇ દીકરાની જેમ સાચવ્યો, તેમણે એ જ રીતે સ્નેહ આપ્યો. જ્યારે હું તેમના પક્ષમાં હતો ત્યારે પણ અને એની પહેલાં પણ, મેં પણ તેમને પિતાતુલ્ય માન્યા. નીતીશકુમારે જે પણ નિર્ણય લીધો તેમના તમામ નિર્ણયનો સહૃદય સ્વીકાર કરું છું. અત્યારે કોઇ વિવાદ ટીકા-ટિપ્પણી નથી, ના તો આગળ આ તેમનો અધિકાર હતો, આગળ પણ રહેશે. એ વાત માટે સમ્માન છે તેમના પ્રત્યે સમ્માન છે જે આગળ પણ રહેશે.  
 
પ્રશાંત કિશોરે કહ્યું કે પાછલી સરકારોએ કંઇ કર્યું નથી, આથી નીતીશજીને લાગે છે કે જે કર્યું તે ખૂબ કર્યું. હું એટલા માટે નથી બેઠો કે કોઇ રાજકીય પક્ષ બનાવીને ચૂંટણી લડું. બિહારમાં હું ચૂંટણી લડવા અને લડાવા માટે નથી આવ્યો. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું બિહારની સેવા કરીશ. તેના માટે એક કેમ્પેઇનની શરૂઆત કરીશ.