સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (16:41 IST)

Nirbhaya Case : નિર્ભયાના દોષીઓને હવે 3 માર્ચના રોજ થશે ફાંસી, ત્રીજી વાર રજુ થયુ ડેથ વોરંટ

.નિર્ભયા ગેંગરેપ અને હત્યા (Nirbhaya Case)મામલે પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની નવી તારીખ જાહેર રજુ કરી છે. જેના મુજબ હવે દોષીઓને 31 માર્ચના રોજ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે.   
 
ઉલ્લેખનીય છે કે આ મમાલે પહેલા પણ 2 વાર કોર્ટ ડેઠ વોરંટ રજુ કરી ચુકી છે. આ પહેલાની માહિતી મુજબ 3 દોષીઓ વિનય, મુકેશ અને અક્ષયના બધા કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ચુક્યા છે. જો કે દોષીઓના વકીલે કહ્યુ કે અમારે પાસે હજુ પણ કાયદાકીય વિકલ્પ રહેલો છે. 
 
જો કે દોષીઓના વકીલ એપી સિંહે કહ્યુ કે અમારી પાસે  અક્ષય માટે હજુ પણ દયા અરજીનો વિકલ્પ ખુલ્લો છે જેનો પ્રયોગ કરીશુ. 
 
આ દરમિયાન નિર્ભયાની મા આશાદેવીએ નવા ડેથ વોરંટ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે 3 તારીખે બધા દોષીઓ ફાંસી પર હોવા જોઈએ.