સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 6 જૂન 2017 (11:16 IST)

જાણો Zakir Musaએ કેમ કહ્યુ કે દુનિયામાં સૌથી બેશરમ છે ભારતના મુસલમાન

આતંકી પોતાના સંગઠનને વધારવા અને યુવાઓને સામેલ કરવા માટે દરેક શક્ય કોશિશ કરે છે. ખાસ કરીને મુસ્લિમ યુવકોને તે જિહાદના નામ પર હથિયાર ઉઠાવવા માટે ઉપસાવે છે.  હવે તો સોશિયલ મીડિયા દ્વારા પણ આ યુવાઓને ભટકાવવાની સતત કોશિશ કરતા રહે છે. હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાંડર અને હવે અલકાયદાના આતંકી જાકિર મૂસાએ ભારતના મુસ્લિમ યુવકોને જેહાદના નામ પર આતંકી બનવાની નાપાક સલાહ આપી રહ્યા છો.  
 
ટાઈમ્સ ઓફ ઈંડિયાના સમાચાર મુજબ જાકિર મૂસાનુ માનવુ છે કે ભારતના મુસલમાન દુનિયાના સૌથી બેશરમ છે. ઉલ્લેખનીય છે કે મૂસાએ સોમવારે ઓડિયો રેકોર્ડિંગ રજુ કરી પોતાનો સંદેશ આપ્યો છે. ઑડિયોમાં મૂસાએ ગજબા-એ-હિંદ માટે જેહાદમાં સામેલ ન થવા પર ભારતીય મુસલમાનોની આલોચના કરી છે. 
 
સમાચાર મુજબ મૂસાએ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ પર પોતાની ઓડિયો ક્લિપ શેયર કરી છે. ઑડિયોમાં મૂસા કહે છે કે તેની લડાઈ ફક્ત કાશ્મીર સુધી જ સીમિત નથી. પણ આ ઈસ્લામ અને કાફિરો વચ્ચેની લડાઈ છે. ભારતીય મુસલમાનોને ભડકાવવા માટે તેણે દેશમાં મુસ્લિમો સાથે ઘટિત થનારી ઘટનાઓનો સહારો લીધો છે. તેણે ઓડિયો ક્લિપમાં બિઝનોર જનારી ચાલતી ટ્રેનમાં એક મુસ્લિમ મહિલા સાથે પોલીસ કૉન્સ્ટેબલ દ્વારા રેપ, કથિત ગૌરક્ષકો દ્વારા મુસ્લિમોને મારવાનો  હવાલો આપ્યો છે. 
 
ભારતીય મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકતા મૂસાએ કહ્યુ છે આ લોકો દુનિયાના સૌથી બેશરમ મુસ્લિમ છે. તેમને ખુદને મુસ્લિમ કહેવામાં શરમ આવવી જોઈએ.  અમારી બહેનોને બેઈજ્જત કરવામાં આવી રહ્યા છે અને ભારતીય મુસ્લિમ બૂમો પાડીને કહી રહ્યુ છે કે ઈસ્લામ શાંતિપ્રિય ધર્મ છે.  મૂસાના મુજબ ઐતિહાસિક ઈસ્લામી યુદ્ધ જંગ-એ-બધર નો હવાલો આપ્યો છે. તેણે કહ્યુ. 'આ લોકો 313 હતા અને દુનિયા પર રાજ કર્યુ. હવે અમે કરોડો છીએ પણ ગુલામ છીએ.