1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Qazi arrest for Sexual exploitation

નાગપુરમાં નાસિક જેવો મામલો, NGO માં કામ કરનારી યુવતીઓનુ યૌન શોષણ, કાઝીએ નમાજ કરવા માટે કર્યુ દબાણ

Qazi arrest for Sexual exploitation
નાસિકની કોર્પોરેટ જિહાદનો મામલો હજુ ઠંડો પણ થયો નથી કે નાગપુરમાં એક વધુ આવો જ મામલો સામે આવ્યો છે  આ કેસ એક NGO સાથે સંકળાયેલો છે. NGO માટે કામ કરતી યુવતીઓએ કાઝી પર જાતીય સતામણી, માનસિક ત્રાસ અને ધમકીઓ સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાઓના મતે, લગભગ એક વર્ષથી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રિયાઝ કાઝી ફિકર ફાઉન્ડેશન, યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી નામનો NGO ચલાવે છે.
 

યુવતીઓ પર નમાજ અદા કરવાનુ બનાવતો હતો દબાણ  

 
યુવતીઓની ફરિયાદ મુજબ આરોપી કાજી અહી કામ કરનારી યુવતીઓનો ઈસ્લામના ધર્મના પાલન માટે અને ઈસ્લામ ઘર્મની વાતો સમજાવતો હતો.  ફરિયાદ મુજબ, આરોપી ત્યાં કામ કરતી 22 થી 28 વર્ષની યુવતીઓને કહેતો હતો કે તેઓએ નમાજ કરવી, ઉપવાસ રાખવા અને એકબીજાને મળતી વખતે અને જતી વખતે  ખુદા હાફિઝ કહેવુ  જોઈએ. યુવતીઓએ તેની વાત માની નહીં. પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે.

 
 યુવતીઓનો આરોપ છે કે આરોપી તેમના અંગત જીવનમાં પણ દખલગીરી કરતો હતો. યુવતીઓનો આરોપ છે કે આરોપીઓએ સોશિયલ મીડિયા પર તેમના નકલી આઈડી બનાવ્યા હતા. પીડિતોએ આરોપ લગાવ્યો છે કે કાઝી તેમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દબાણ કરતો હતો. જો તેઓ ના પાડતા, તો તે તેમને નોકરીમાંથી કાઢી મૂકવા અને હત્યા કરવાની ધમકી આપતો હતો. આ કારણે, પીડિતાઓએ તેમની નોકરી છોડી દીધી.
 

પોલીસે આરોપીની કરી ધરપકડ   

 
માનકાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરીશ કાલસેકરે જણાવ્યું હતું કે આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આરોપી 23 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. સૂત્રો કહે છે કે ચાર યુવતીઓ ઉપરાંત, વધુ યુવતીઓ પણ હોઈ શકે છે. પોલીસ કહે છે કે કાઝી વિરુદ્ધ જાતીય સતામણી, ધાકધમકી અને આઇટી એક્ટ હેઠળ કેસ નોંધાયા છે. પોલીસ કાઝીના સંગઠન સાથે સંકળાયેલા લોકોને શોધી રહી છે અને તેમને નાણાકીય સહાય પૂરી પાડનારાઓની વિગતો એકઠી કરી રહી છે. પોલીસે કાઝીનો ભોગ બનેલી મહિલાઓને આગળ આવીને ફરિયાદ કરવા અપીલ કરી છે. પોલીસે કહ્યુ છે કે પીડિતોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
મતદાન ન કર્યુ તો વોટર લિસ્ટમાંથી કપાય જશે નામ.... આ અફવાને કારણે બંગાળ પરત ફરી રહ્યા છે શ્રમિકો, ટ્રેનોમાં પડાપડી