શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (13:43 IST)

લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સમાજ માનહાનિ કેસ માં.. રાહુલ ગાંધીને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા આદેશ

લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા જાહેર સભામાં  મોદી સમાજ ને લઈને ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે નીરવ મોદી,  લલિત મોદી,  ના નામનો ઉલ્લેખ કરીને તમામ ચોરો ની અટક મોદી જ હોય છે એ પ્રકારની ટિપ્પણી કરી હતી. જેને લઇને સુરત કોર્ટમાં  ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિ નો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઇને સુરત કોર્ટ દ્વારા ફાધર સ્ટેટમેન્ટ માટે રાહુલ ગાંધીને 26 મી સપ્ટેમ્બરના રોજ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજર રહેવા માટે હુકમ કર્યો છે. 
 
 લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ  ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતા તેમણે દેશના કૌભાંડોની વાત જાહેર મંચ ઉપરથી કરી હતી. તે સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા તેમાં નીરવ મોદી અને લલિત મોદીનું  નામ પણ બહાર આવ્યું હતું. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોના નામ પાછળ ની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભા વિધાનસભા ના ધારાસભ્ય પોલીસ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ  સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો. 
 
 આ અગાઉ પણ બે વખત રાહુલ ગાંધી સુરત કોર્ટમાં માનહાનિ કોર્ટમાં નિવેદન આપવા આવી ચૂક્યા છે. ફરિયાદી પક્ષના વકીલ દ્વારા અન્ય વધુ સાક્ષીઓના નિવેદન લેવાની જરૂરિયાત હોવાનું કોટર રજૂ કરતાં હાઈકોર્ટે તેમની પિટિશનને મંજૂરી આપી હતી. વધારાના બે શખ્સોએ પોતાનું નિવેદન માનહાનિ કેસ માં આપ્યા બાદ કોર્ટે ફરી એક વખત રાહુલ ગાંધીને ફરતો સ્ટેટમેન્ટ માટે કોર્ટમાં હાજર રહેવા માટે હુકમ કર્યો છે. 
 
 
 માનહાનિ કેસ દાખલ કરનાર સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે માનહાનિ કેસમાં ફર્ધર  સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા છે. 26 સપ્ટેમ્બર ના દિવસે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થાય છે કે કેમ તે જોવું મહત્ત્વનું બની રહેશે. અમે હાઇકોર્ટ ની અંદર વધારાના સાક્ષીઓના નિવેદન લેવા માટે પિટિશન દાખલ કરી હતી.જે નામદાર કોર્ટે સ્વીકાર્યા બાદ ફરી એક વખત રાહુલ ગાંધીને સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો છે.