બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 16 માર્ચ 2018 (11:07 IST)

મહાઅધિવેશન - આજથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ ભરશે રાહુલ ગાંધી જાણો કોંગ્રેસ મહાધિવેશનની મુખ્ય વાતો

આજથી કોંગ્રેસ મહાઅધિવેશન શરૂ થઈ રહ્યુ છે. રાહુલ ગાંધી કોગ્રેસ અધ્યક્ષ બન્યા પછી આ પ્રથમ મહાધિવેશન હશે. મહાઅધિવેશનમાં રાહુલ ગાંધી કોંગ્રેસનુ દ્રષ્ટિકોણ મુકશે. મહાઅધિવેશનમાં આ વખતે નેતાઓના બદલે કાર્યકર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત રહેશે. મહાઅધિવેશનની શરૂઆતમાં સંચાલન સમિતિની બેઠક થશે.  તેમા લોકસભા અને રાજ્યસભાઓમાં પાર્ટીની ચૂંટણી રણનીતિ દ્વારા પાર્ટીની દિશા નક્કી થશે.  ઉલ્લેખનીય છે કે આ કોંગ્રેસનુ 84મું મહાધિવેશન છે. 
 
 
કોંગ્રેસ મહાધિવેશનની મુખ્ય વાતો 
 
-  મીડિયામાં ચાલી રહેલ સમાચાર મુજબ પાર્ટી ચાર પ્રસ્તાવ રજુ કરશે. તેમા રાજનીતિક, આર્થિક, વિદેશી મામલા અને કૃષિ બેરોજગારી અને ગરીબી ઉન્મૂલન વિષયનો સમાવેશ થશે. પાર્ટી દરેક ક્ષેત્ર વિશે પોતાનો દ્રષ્ટિકોણ મુકશે. 
- સંચાલન સમિતિની આજની બેઠક પછી બધા પ્રસ્તાવોને અંતિમ રૂપ આપવામાં આવશે. મહાધિવેશન સત્રની શરૂઆત 17 માર્ચની સવારે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉદ્દઘાટન ભાષણથી થશે. 
 
- બે દિવસના ઊંડા વિચાર વિમર્શ સત્રમાં રાજનીતિક સ્થિતિ સહિત બે પ્રસ્તાવો પહેલા દિવસે લેવામાં આવશે. અંતિમ દિવસે બે પ્રસ્તાવ પર વિચાર થશે જેમા બેરોજગારી સાથે સંબંધિત પ્રસ્તાવ રહેશે. 
 
- મહાધિવેશનનુ સમાપન પણ કોંગ્રેસ અધ્યક્ષના ભાષણ પરથી થશે. જેમા તેઓ આગામી ચૂંટણી માટે પાર્ટીની યોજનાની દિશા નક્કી કરશે. 
 
- મીડિયામા ચાલી રહેલ સમાચાર મુજબ રાજનીતિક પ્રસ્તાવમાં સમાન વિચારોવાળી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા વિશે પાર્ટીની યોજનાનો સંકેત મળશે. 
- કોંગ્રેસ ભાજપાને સત્તામાંથી બહાર કરવા માટે વિપક્ષી દળોનો એક મોટો મોરચો બનાવવાનો પ્રયાસ કરવા માંગે છે. યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાત્રિ ભોજમાં 20 વિપક્ષી દળોના નેતાઓને બોલાવીને આ દિશામાં પહેલ કરી છે. 
 
- એટલુ જ નહી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર સાથે બુધવારે જ મુલાકાત કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે 2019ના લોકસભા ચૂંટણી પહેલા ભાજપા વિરુદ્ધ વિપક્ષના સંયુક્ત મોરચા માટે પ્રયાસોને મજબૂતી આપવા માટે આ મુલાકાત થઈ છે. 
 
- કોંગ્રેસના એક નેતાએ કહ્યુ કે આ વખતે અન્ય સત્રોની તુલનામાં મહાધિવેશન જુદુ હશે કારણ કે કોંગ્રેસ અધ્યક્ષ નેતાઓની તુલનામાં કાર્યકર્તાઓને પ્રાથમિકતા આપવા માંગે છે.