શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 સપ્ટેમ્બર 2025 (12:39 IST)

રાહુલ ગાંધીએ PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, જાણો પોતાના શુભેચ્છા સંદેશમાં શુ બોલ્યા કોંગ્રેસ નેતા

rahul gandhi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના અવસર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. રાહુલ ગાંધીએ પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યુ કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.  તેમના સારા સ્વાસ્થ્યની કામના કરુ છુ. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી.  તેમણે પોતાના સંદેશમાં કહ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. હુ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબી વયની કામના કરુ છુ.  
 
પીએમ મોદીની નીતિઓના આલોચક છે રાહુલ 
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રમુખ નેતાના રૂપમાં રાહુલ ગાંધી અને બીજેપીના દિગ્ગજ અને પ્રધાનમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદી મોટેભાગે એકબીજાની નીતિઓ અને વિચારધારાઓની આલોચના કરે છે.  રાહુલ ગાંધી સરકારની નીતિઓ ખાસ કરીને આર્થિક અને સામાજીક મુદ્દા પર તીખા સવાલ ઉઠાવે છે.  જ્યારે કે મોદી તેમની આલોચનાઓને મોટેભાગે નકારે છે. જો કે ઔપચારિક અવસરો જેવા કે જન્મદિવસ ની શુભેચ્છા વગેરે આપવામા બંને નેતા એકબીજા પ્રત્યે શિષ્ટાચાર બતાવે છે.  આ સંબંધ ભારતીય રાજનીતિમાં વૈચારિક મતભેદો અને લોકતાંત્રિક પરંપરાઓનુ મિશ્રણ દર્શાવે છે.   
 
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પીએમ મોદીને આપી શુભેચ્છા 
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ મોદીને અભિનંદન આપ્યા અને તેમની નેતૃત્વ ક્ષમતાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "તમારા અસાધારણ નેતૃત્વએ દેશમાં મોટા લક્ષ્યો નક્કી કરવા અને પ્રાપ્ત કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. આજે, વૈશ્વિક સમુદાય પણ તમારા માર્ગદર્શનમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે." પીએમ મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો અને કહ્યું કે તેમની સરકાર, 1.4 અબજ નાગરિકોના સમર્થન સાથે, એક મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે સમર્પિત રહેશે. તેમણે રાષ્ટ્રપતિના વિચારોને પ્રેરણાદાયી ગણાવ્યા.
 
ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષે શું કહ્યું?
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત વૈશ્વિક મંચ પર મજબૂત હાજરી સ્થાપિત કરી રહ્યું છે અને ઝડપથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, "પીએમ મોદીનું દેશ પ્રત્યેનું સમર્પણ અને પ્રતિબદ્ધતા દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે." વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે, ભારતીય જનતા પાર્ટીએ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશભરમાં "સેવા પખવાડા" શરૂ કર્યો છે. આ સમયગાળા દરમિયાન, કેન્દ્ર અને રાજ્યોમાં ભાજપ સરકારો વિવિધ જન કલ્યાણ, વિકાસ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરશે.