બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2022 (18:03 IST)

9 વર્ષના બાળકને કૂતરાઓએ 40 જગ્યાએ ભર્યા બચકા

Stray Dogs
જયપુરમાં એકવાર ફરી કૂતરાઓના હુમલામાં એક માસુમ ઘાયલ થયો છે. જેનો હ્રદય કંપાવી દેનારો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના પત્રકાર કોલોનીના રાધા નિકુંજ કોલોનીમાં 19 મે ની છે. જેનો સીસીટીવી ફુટેજ હવે સામે આવ્યો છે. 
 
અહી બપોરના સમયે એક બાળક રમતા રમતા ઘરની બહાર નીકળ્યો તો અચાનક 6 કૂતરાઓએ હુમલો કર્યો. બાળક પોતાનો જીવ બચાવવા માટે ભાગતો રહ્યો. ગાડીની પાછળ પણ સંતાયો. પણ કૂતરાઓએ તેને ઘેરી લીધો. બાળકનુ નામ દક્ષ બતાવ્યુ છે.  દક્ષને કૂતરાઓએ 40 જગ્યાએથી કરડી લીધુ. જો કે બાળકની હાલત પહેલા કરતા ઠીક છે. બીજી બાજુ આ ઘટના પછી પણ નગર નિગમ એક્ટિવ થયુ નથી. ઘટનાની માહિતી આપી પણ આજ સુધી અહી કૂતરાને પકડનારી ગાડી આવી નથી. 
 
મહિલાઓએ બચાવ્યો જીવ 
બાળકની ચીસ સાંભળીને ત્યાથી નીકળી રહેલી બે મહિલાઓએ કૂતરાઓને ભગાડીને બાળકનો જીવ બચાવ્યો. જો આ ચારેય મહિલાઓ એ સમય ન પહોંચતી તો કૂતરા બાળકનો જીવ લઈ લેતા.  નવાઈની વાત એ છેક એ આ કોલોનીમાં પહેલા પણ કૂતરાઓએ એક બાળકનો જીવ લઈ ચુક્યા છે. છતા પણ નગર નિગમ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.