બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 27 મે 2022 (14:54 IST)

Drone Festival Delhi: પીએમ મોદીએ કહ્યુ - ડ્રોન તકનીક રોજગાર આપનારી, 2030 સુધી ભારત બનશે ડ્રોન હબ ક

દિલ્હીના પ્રગતિ મેદાનમાં બે દિવસીય ડ્રોન મહત્સવ 2022ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉદ્દઘાટન કર્યુ.  આ દરમિયાન તેમણે પ્રદર્શનીનુ નિરીક્ષણ પણ કર્યુ.  પ્રધાનમંત્રીએ કહ્યુ કે હુ ડ્રોન પ્રદર્શનીથી પ્રભાવિત છુ. 2030 સુધી ભારત ડ્રોનનો હબ બનશે.  જે જે સ્ટોલ પર આજે ગયો. ત્યા સૌએ ખૂબ ગર્વ સાથે કહ્યુ કે આ મેક ઈન ઈંડિયા છે. 
 
પ્રધાનમંત્રીએ  કહ્યું કે આ ઉત્સવ માત્ર ડ્રોન વિશે નથી, આ  ન્યૂ ઈન્ડિયા - ન્યૂ ગવર્નન્સની ઉજવણી છે. ડ્રોન ટેક્નોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. આ ઉર્જા દેખાય છે, તે ભારતમાં ડ્રોન સેવા અને ડ્રોન આધારિત ઉદ્યોગમાં ક્વોન્ટમ જમ્પનું પ્રતિબિંબ છે. પીએમે કહ્યું, આ ઉર્જા ભારતમાં રોજગાર નિર્માણના ઉભરતા મોટા ક્ષેત્રની સંભાવના દર્શાવે છે. તેમણે કહ્યું કે આ આઠ વર્ષ પહેલા આ એ જ સમય હતો, જ્યારે ભારતમાં અમે સુશાસનના નવા મંત્રો અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું, 
 
ટેકનોલોજીને સમજી સમસ્યાનો ભાગ 
પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું કે અગાઉની સરકારોએ  ટેક્નોલોજીને સમસ્યા માનતી હતી. તેમને ગરીબ વિરોધી સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે 2014 પહેલા શાસનમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે ઉદાસીનતાનું વાતાવરણ હતું. સૌથી વધુ ગરીબોએ સહન કર્યું, વંચિતો અને મધ્યમ વર્ગને સૌથી વધુ નુકસાન થયું. તેમણે કહ્યું કે, ટેક્નોલોજી દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ અને અંત્યોદયના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ.