બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કામારેડ્ડી. , સોમવાર, 9 મે 2022 (14:34 IST)

Kamareddy Road Accident: તેલંગાનાના કામારેડ્ડી જીલ્લામાં લારી અને ઓટો ટ્રોલીની ટક્કર, 9 લોકોના મોત પીએમ મોદીએ દુ:ખ પ્રગટ કર્યુ

Kamareddy street accident
તેલંગાનાના કામારેડ્ડી જીલ્લા (Kamareddy Road Accident) માં એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. અહી લારી અને ઓટો ટ્રોલી વચ્ચે ટક્કરમાં 9 લોકોના મોત થઈ ગયા છે. માહિતી મુજબ દુર્ઘટના નિજામસાગરના હસનપલ્લી  ગેટ પાસે થઈ. દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ ઘટનાની માહિતી મળતા જ પહોચેલી પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. સાથે જ પોલીસે મામલો નોંધી લીધો છે અને આરોપી ચાલકની ઓળખ પણ કરવામં આવી છે. 
 
9 લોકોના મોત, 17 ઘાયલ 
 
ઉલ્લેખનીય છે કે કામારેડ્ડીના પોલીસ અધીક્ષક શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યુ કે દુર્ઘટના લગભગ પાંચ વાગ્યાના આસપાસ થઈ. મૃતક લોકો યેલા રેડ્ડીથી એક સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે નિજામસાગર જોનના હસનપલ્લી ગેટ પર તેમની ગાડી દુર્ઘટનાનો શિકાર થઈ. જેમા 9 લોકોનો જીવ ગયો. જ્યારે કે 17 લોકો ઘાયલ થઈ ગયા. પોલીસ અધીક્ષક શ્રીનિવાસ રેડ્ડીના મુજબ પોલીસે મામલો નોંધી લીધો છે અને આરોપી લારી ચાલકની ઓળખ કરી લેવામાં આવી છે. અમે તેને જલ્દી જ પકડી લઈશુ.