શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 14 જુલાઈ 2020 (18:19 IST)

સચિન પાયલટને ડેપ્યૂટી સીએમ પદ પરથી હટાવાયા

રાજસ્થાનની રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, રાજસ્થાનના ડેપ્યૂટી સીએમ પદ પરથી સચિન પાયલટને હટાવી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાનની વચ્ચે સચિન પાયલટને મનાવવાના તમામ પ્રયાસો વ્યર્થ સાબિત થાય. કોંગ્રેસના કેટલાંય નેતાઓએ પાયલટને મનાવાની ખૂબ કોશિષ કરી પરંતુ તેઓ માન્યા નહીં. ત્યારબાદ કોંગ્રેસ હાઇકમિશને આ નિર્ણય લીધો. દિલ્હીથી જયપુર આવલા રણદીપ સુરજેવાલાએ પાયલટને હટાવાના નિર્ણયની જાહેરાત કરી. તેમની જગ્યાએ ઓબીસી નેતા ગોવિંદ સિંહ ડોટાસરાને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. સુરજેવાલાએ આ જાહેરાત કરતાં પાયલટને ખૂબ સંભળાવ્યું. તેમણે એ બતાવાની કોશિષ કરી કે પાર્ટીએ પાયલટને મનાવામાં કોઇ કસર છોડી નથી.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ‘કોંગ્રેસે જે રાજકીય તાકાત નાની ઉંમરમાં સચિન પાયલટને આપી તે કદાચ હિન્દુસ્તાનમાં બીજા કોઇ વ્યક્તિને મળી નથી. 2003મા રાજકારણમાં આવ્યા. 2004મા કોંગ્રેસ પાર્ટી એ તેમને 26 વર્ષની ઉંમરમાં સાંસદ બનાવી દીધા. 30 અને 32 વર્ષની ઉંમરમાં કોંગ્રેસ પાર્ટીએ તેમને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી બનાવ્યા. 36 વર્ષની ઉંમરમાં રાજસ્થાન જેવા હિન્દુસ્તાનના મોટા રાજ્યના પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી આપી. 40 વર્ષની ઉંમરમાં રાજ્યના ડેપ્યુટી સીએમની જવાબદારી સોંપી. આટલા નાના અંતરાલમાં 16-17 વર્ષમાં કોઇ વ્યક્તિને પ્રોત્સાહિત કરવાનો એક જ મતલબ છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો સ્નેહ તેમને પ્રાપ્ત હતો.’
 
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાજસ્થાનમાં બીજેપીએ કાવતરુ રચ્યુ અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી. બીજેપીએ ધન, બળ અને સત્તાના દુરપયોગ દ્વારા રાજસ્થાનની કોંગ્રેસ સરકારને પાડવાનુ કાવતરુ રચ્યુ હતુ.

દરમિયાન, નવા ઘટનાક્રમ પછી હવે વિરોધી પક્ષ ભાજપ સરકાર ગૃહમાં બહુમતી સાબિત કરવાની માંગ કરી શકે છે. ધારાસભ્યોની સંખ્યાના સંદર્ભમાં અશોક ગેહલોતની સરકાર હાલમાં મૂંઝવણની સ્થિતિમાં છે. એવું માનવામાં આવે છે કે ગેહલોતને ટેકો આપનારા ધારાસભ્યોની સંખ્યા 100 કરતા ઓછી છે. કોંગ્રેસ સરકાર સાથે બેઠેલા ભારતીય જનજાતિ પક્ષ (આઈટીપી) ના બે સભ્યોએ સોમવારે ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. તેમનો ટેકો પાછો ખેંચી લીધો. રાજસ્થાન વિધાનસભાના 200 સદસ્યોમાં બહુમતી માટે 101 ના આંકડાની જરૂર છે.