મેડમ મારા બાળવિવાહ થઈ રહ્યા છે, સગીર છોકરાએ સ્ટેટ ચાઈલ્ડ કમીશનને ફોન કરીને અટકાવ્યા પોતાના લગ્ન
મોટેભાગે જોવા મળે છે કે જો કોઈ ઓછી વયની યુવતીના લગ્ન થઈ રહ્યા છે તો તે પોતાના લગ્ન રોકવાનો પ્રયાસ કરે છે. પણ રાજસ્થાનમાં એક 19 વર્ષના સગીર છોકરાએ ફોન કરીને પોતાના લગ્ન રોકાવી દીધા. મામલો દૌસાના સિકરાઈનો છે. તેના લગ્ન આજે થવાના હતા. પણ સ્ટેટ ચાઈલ્ડ કમિશનને ફોન કરીને તેણે બતાવી દીધુ અને તેના લગ્ન અટકી ગયા.
એજપ્રુફ માટે શાળાની માર્કશીટ પણ મોકલી
ફરિયાદ કરનારો કિશોર 12મા ધોરણનો વિદ્યાર્થી છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાના મુજબ તેણે કહ્યુ કે તે આગળ અભ્યાસ કરવા માંગે છે. મામલાની માહિતી થયા પછી ચાઈલ્ડ કમીશને જીલ્લા પ્રશાસનને આદેશ આપ્યો છે. પ્રશાસનને કહેવામાં આવ્યુ કે તે એ વાત પર નજર રાખે કે વિદ્યાર્થીના લગ્ન કાયદાકીય રૂપે 21 વર્ષની વયમાં જ થાય્ રાજસ્થાન બાળ અધિકારની અધ્યક્ષ સંગીતા બેનીવાલે જણાવ્યુ કે શક્યત આવુ પહેલીવાર બન્યુ કે કોઈ સગીર છોકરાએ ફોન કરીને પોતાના લગ્ન અટકાવ્યા છે. બેનીવાલ મુજબ સગીરે ફોન કરીને જણાવ્યુ હતુ કે સોમવારે તેના લગ્ન છે. તેના લગ્નના કાર્ડની ફોટો સાથે એજપ્રુફના રૂપમાં દસમાની માર્કશીટનો ફોટો પણ મોકલ્યો હતો. ત્યારબાદ બેનીવાલે અધિકારીઓને ફોન કરીને લગ્ન અટકાવવાનો આદેશ આપ્યો.
બાળ વિવાહના કેસ ઘટી રહ્યા છે
બેનિવાલે કહ્યુ કે આ સારી વાત છે કે યુવક પણ જો અંડર એજ લગ્નના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પાંચમા સંસ્કરણ આવ્યુ છે જેમા બતાવ્યુ છે કે 28.2 ટકા યુવકો કાયદાકીય વય પુરી કરતા પહેલા લગ્નના બંધનમાં બંધાય ચુક્યા હતા. બીજી બાજુ 25.4 ટકા છોકરીઓના લગ્ન પણ કાયદાકીય રૂપથી વય પુરી કરવાના પહેલા થઈ ચુક્યા હતા. જો કે રાજસ્થાનમાં બાળવિવાહના કેસ ઘટ્યા છે. ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો 2015-16 માં અહી 44.7 ટકા બાળ વિવાહના કેસ સામે આવ્યા હતા. બીજી બાજુ 2019-20 માં આ 33.2 ટકા પર આવી ચુક્યો હતો.