મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 25 જુલાઈ 2017 (12:35 IST)

LIVE -રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદની શપથ લીધી... કહ્યુ - હુ નાનકડા ગામમાંથી આવ્યો છુ.

ભારતના 14માં રાષ્ટ્રપતિના રૂપમાં રામનાથ કોવિંદ આજે પદ અને ગોપનીયની શપથ લેશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ખેહર આજે તેમને સંસદના કેન્દ્રીય હોલમાં શપથ અપાવશે. 12 વાગીને 15 મિનિટ પર મુખ્ય ન્યાયાધીશ જે એસ ખેહર, નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શપથ અપાવશે. ત્યારબાદ પ્રણવ મુખર્જી પોતાની ખુરશી પરથી ઉઠશે અને રામનાથ કોવિંદને પોતાની ખુરશી પર બેસાડશે. 
 
 UPDATES:

- શપથ લીધા પછી રામનાથ કોવિંદે કહુ કે હુ એક નાનકડા ગામમાંથી આવ્યોછુ. હુ એક માટીના ઘરમાં ઉછર્યો છુ. તેમણે દેશની જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો. 
 
- રામનાથ કોવિંદે 14માં રાષ્ટ્રપતિના રૂપમાં પોતાના પદની શપથ લીધી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ખેહરે તેમને સંસદના કેન્દ્રીય હોલમાં શપથ આપવી. પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સ્પીકર, સુમીત્રા મહાજન, પીએમ નરેન્દ્ર મોદી સહિત મંત્રીમંડળ અને સાંસદો સાથે ગણમાન્ય લોકોની હાજરીમાં આ શપથગ્રહણ સમારંભ સંપન્ન થયો. 

 
- રામનાથ કોવિંદે દેશના 14માં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી છે. મુખ્ય ન્યાયાધીશ જે એસ ખેહરે તેમએ સંવિધાનની રક્ષા અને પદ અને ગોપનીયતાની શપથ અપાવી. 
 
 
- રામનાથ કોવિંદ સંસદ પહોંચી ગયા છે. 12 વાગીને 15 મિનિટ પર મુખ્ય ન્યાયાધીશ જે એસ ખેહર નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શપથ અપાવશે. ત્યારબાદ પ્રણવ મુખર્જી પોતાની ખુરશી પરથી ઉઠશે અને રામનાથ કોવિંદને પોતાની ખુરશી પર બેસાડશે. ત્યારબાદ પ્રણવ મુખર્જી એ ખુરશી પર બેસશે જેના પર શપથ પહેલા રામનાથ કોવિંદ બેસ્યા હતા. 
 
- રામનાથ કોવિંદ પ્રણવ મુખર્જી સાથે કારમાં રાષ્ટ્રપતિ ભવન માટે નીકળી ગયા છે. અહી પૂરી કેબિનેટ નવા રાષ્ટ્રપતિની આગેવાની કરશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે. 
 
- રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ મુખર્જીએ રામનાથ કોવિંદને ગુલદસ્તો આપીને તેમનુ સ્વાગત કર્યુ 
 
- રામનાથ કોવિંદના પરિવારના સભ્યો પણ શપથ સમારંભમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. રામનાથના નાના ભાઈએ જણાવ્યુ છેકે તેઓ કોવિંદના રાષ્ટ્રપતિ બનવાથી ખૂબ ખુશ છે. 
 
- રાજઘાટ પરથી બાપૂને શ્રદ્ધાંજલિ આપ્યા પછી હવે રામનાથ કોવિંદ સીધા રાષ્ટ્રપતિ ભવનમાં આવીને પ્રણવ મુખર્જીને મળશે. આ કાર્યક્રમ દરબાર હોલમાં થશે.