શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (13:04 IST)

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને ભાવનગર એરપોર્ટ ખાતે આવકારતાં રાજ્યપાલ તથા મહાનુભાવો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે આવી પહોંચતાં તેમનું ભાવનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌરે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
 
રાષ્ટ્રપતિ ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં બાદ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટરમાં ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં તલગાજરડા ગામ ખાતે જવાં રવાના થયાં હતાં.