બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્લી , સોમવાર, 17 જુલાઈ 2017 (10:48 IST)

Presidential Election - 14માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ, PM નરેન્દ્ર મોદીએ કર્યુ મતદાન

ભારતના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 17 જુલાઈ સોમવારના રોજ નવી દિલ્હીમાં સંસદ ભવન અને તમામ રાજ્યોની વિધાનસભાઓ ખાતે મતદાન યોજાશે. રાયસિના હિલ્સની આ દોડમાં સત્તાધારી એનડીએ ગઠબંધનના રામનાથ કોવિંદ અને ૧૭ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર મીરાંકુમાર વચ્ચે સીધો જંગ લડાશે. વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનો કાર્યકાળ આગામી 24 જુલાઈએ પૂરો થશે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈથી સત્તા સંભાળશે. સંસદના કેન્દ્રીય વિભાગના બન્ને ગૃહના સાંસદો 23 જુલાઈએ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને વિદાય આપશે. આ વિદાય સમારોહમાં પરંપરા પ્રમાણે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન વિદાય ભાષણ આપશે.
 
ટણીપંચે રવિવારે કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપનાર સાંસદો અને ધારાસભ્ય મતદાન કેન્દ્રની અંદર પોતાની પેન લઈ નહીં જઈ શકે. મતદાન વિશેષરૂપથી ડિઝાઈન કરેલા માર્કરથી મત પત્ર પર નિશાન લગાવવાનું રહેશે. હરિયાણામાં ગત વર્ષે રાજ્યસભાની ચૂંટણી સમયે થયેલા સહી વિવાદના કારણે ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન માટે ખાસ માર્કર પેનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.