રામનાથ કોવિંદ - દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે કોવિંદ, 66% મળ્યા વોટ
. રામનાથ કોવિંદ દેશના આગામી રાષ્ટ્રપતિ હશે. એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદે યૂપીએની પ્રત્યાશી મીરા કુમારને લગભગ 3 લાખ 34 હજાર વોટોના અંતરથી હરાવ્યુ. કોવિંદને 65.65 ટકા વોટ મળ્યા છે. જ્યારે કે મીરા કુમારને 35.34 ટકા વોટ મળ્યા. કોવિંદ દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે.
રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી રામનાથ કોવિંદ મીડિયા સામે હાજર થયા. કોવિંદે જીત પછી કહ્યુ કે આ મારા માટે ભાવુક ક્ષણ છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્ર્પતિ બનવુ મારુ લક્ષ્ય નહોતુ. કોવિંદે યૂપીએ ઉમેદવાર મીરા કુમારને શુભેચ્છાઓ પણ આપી છે.
આ પહેલા રિટર્નિંગ ઓફિસર અનૂપ મિશ્રાએ રામનાથ કોવિંદની જીતનુ ઔપચારિક એલાન કર્યુ. તેમણે જણાવ્યુ કે રામનાથ કોવિંદને
7,02,044 વોટ મળ્યા છે. જ્યારે કે મીરા કુમારને કુલ 3,67,314 વોટ મળ્યા છે.
કોવિંદને જીતની શુભેચ્છા
કોવિંદની જીતના એલાન પછી તેને શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ છે. સત્તાપક્ષથી લઈને વિરોધી દળોના નેતાઓએ શુભેચ્છા સંદેશ મોકલ્યા. પીએમ મોદી અમિત શાહ સહિત તમામ નેતાઓએ કોવિંદને જીતની શુભેચ્છા આપી.
મમતાએ જીતવાના પહેલા જ શુભેચ્છા આપી
ચૂંટણીના પરિણામ આવતા પહેલા જ ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદને શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કર્યુ રામનાથ કોવિંદજીને શુભેચ્છા.. તેઓ આપણા આગામી રાષ્ટ્રપતિ બનશે.
એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદને આગામી રાષ્ટ્રપતિ તરીકે પહેલાથી જ નક્કી માનવામાં આવી રહ્યા હતા. વોટિંગની ગણતરી ખતમ થતા જ કોવિંદને ચૂંટાયેલા રાષ્ટ્રપતિનુ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે.
લોકો ઉલ્લાસ અને ઉત્સવમાં ડૂબ્યા
રામનાથ કોવિંદની જીત પછી તેમના સમર્થક જશ્નમાં ડૂબી ગયા છે. મુંબઈથી લઈને કાનપુર સુધી કોવિંદની જીતનો જશ્ન મનાવાય રહ્યો છે. મુંબઈમાં ભાજપા કાર્યકર્તાઓએ ઢોલ નગારા વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી.