Recession - A major challenge for Modi in the Indian economy
તાજેતરના દિવસોમાં ભારતીય અર્થવ્યવસ્થામાં થોડા ચિંતાજનક સંકેત જોવા મળી રહ્યા છે, જે ન ફક્ત શેર બજાર પણ સામાન્ય ગ્રાહકો પર પણ નકારાત્મક અસર નાખી રહ્યા છે. આવો તેને વિસ્તારથી સમજીએ અને આ આંકડા અને તથ્યો ને જોઈએ જે આ સ્થિતિને ઉજાગર કરે છે.
વાહનોના વેચાણમાં મોટો ઘટાડો - ગયા વર્ષે ફેબ્રુઆરી 2024માં ભારતમાં 21 લાખ વાહનો વેચાયા હતા પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં આ સંખ્યા ઘટીને ફક્ત 17 લાખ રહી ગઈ. જેનો મતલબ છે કે વાહન વેચાણમાં 17%નો ઘટાડો આવ્યો છે. આ એક મોટો સંકેત છે કે લોકોની ખરીદીની ક્ષમતા ઘટી રહી છે. જો કે સરકારનો દાવો છે કે જીડીપી (સકલ ઘરેલુ ઉત્પાદ) 6.2% ની દરથી વધી રહી છે. સવાલ એ ઉભો થાય છે કે જો અર્થવ્યવસ્થા વધી રહી છે તો વાહન વેચાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રમાં આટલો મોટો ઘટાડો કેમ?
સોનાના કર્જમાં અદ્દભૂત વધારો - સોનાના આભૂષણોને ગિરવી મુકીને લોન લેવાની પ્રવૃત્તિ ઝડપથી વધી રહી છે. છેલ્લા 5 વર્ષમાં આ રીતે કર્જમાં 300% નો વધારો થયો છે. વર્ષ 2024 સુધી આ આંકડો પહેલીવાર 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો. ફેબ્રુઆરી 2025માં ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આંકડા મુજબ સોનાના કર્જમાં 71.3% નો વધારો થયો. બીજી બાજુ હોમ લોન અને વાહન લોન જેવા અન્ય ક્ષેત્રોમાં બેંક લોનની ગતિ ધીમી પડી ગઈ છે. એ બતાવે છે કે લોકો સંકટના સમયે પોતાના ગોલ્ડનો ઉપયોગ કરી રહ્યા છે, જે આર્થિક તંગીના સ્પષ્ટ સંકેત આપે છે.
ખાસ વાત એ છે કે સિબિલ અને નીતિ આયોગની રિપોર્ટ મુજબ ગોલ્ડ લોન મહિલાઓને આપેલ કુલ લોનનો 40% ભાગ બનાવે છે. છેલ્લા 5 વર્ષમાં પોતાના ઘરેણા ગિરવે મુકનારી મહિલાઓની સંખ્યામાં 22% થી વધુની વૃદ્ધિ થઈ છે. આ સ્થિતિ મહિલાઓ પર વધતા આર્થિક દબાણને દર્શાવે છે.
શેર બજારનુ કમજોર પ્રદર્શન -ભારતીય શેર બજાર પણ આશા મુજબ પ્રદર્શન કરી રહ્યુ નથી. તેનુ મુખ્ય કારણ ગ્રાહક માંગમાં કમી છે. જ્યારે લોકો સામાન અને સેવાઓ પર ખર્ચ નથી કરતા તો કંપનીઓની આવક પ્રભાવિત થાય છે અને તેની અસર શેર બજાર પર પડે છે.
ગ્રાહક માંગ કેમ કમજોર છે ?
ગ્રાહકની માંગમાં ઘટાડો થવાનું કારણ સ્પષ્ટ છે - સામાન્ય લોકો પાસે ખર્ચ કરવા માટે પૂરતા પૈસા નથી. પણ આવું કેમ થઈ રહ્યું છે? તેના ત્રણ મોટા કારણો છે:
- વેતનમાં વૃદ્ધિ નથી - લોકોની આવક નથી વધી રહી, જેનાથી તેમની ખર્ચ કરવાની શક્તિ સ્થિર કે ઓછી થઈ રહી છે.
ઊંચી મોંઘવારી - જરૂરી વસ્તુઓની કિમંતો વધી રહી છે જેનાથી લોકો પોતાના સીમિત પૈસાને બુનિયાદી જરૂરિયાતો પર ખર્ચ કરી રહ્યા છે.
અપ્રત્યક્ષ કરનો બોઝ - જીએસટી, પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદ શુલ્ક જેવા અપ્રત્યક્ષ કર સામાન્ય લોકોની આવકને ઘટાડી રહ્યા છે. આ કર બધા પર સમાન રૂપે લાગૂ થાય છે. ભલે તેની આવક કેટલી પણ હોય.
સરકાર અપ્રત્યક્ષ કર પર કેમ નિર્ભર છે ?
સરકારને પોતાના ખર્ચ માટે વધુ રાજસ્વ જોઈએ. જેવા કે બુનિયાદી માળખા
સરકારને તેના ખર્ચાઓ, જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કલ્યાણ યોજનાઓ અને અન્ય પ્રોજેક્ટ માટે વધુ આવકની જરૂર છે. પરંતુ તેના તેથી તેઓ અમીરો પર સીધો કર (આવક વેરો) વધારવાનું ટાળી રહ્યા છે. તેના બદલે તેઓ પરોક્ષ કર પર ભાર આપી રહ્યા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ પર વધુ અસર નાખે છે. તેનાથી સામનય લોકોના ખિસા પર દબાણ વધી રહ્યુ છે, અને તે પોતાની બચત કે ગોલ્ડ જેવા સંસાધનોનો ઉપયોગ કરવા માટે મજબૂર થઈ રહ્યા છે.
ટ્રમ્પનો ટૈરિફ હુમલો - નવો પડકાર
આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ભારત માટે મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રમાં આપેલા ભાષણમાં ભારતનો ઉલ્લેખ કરતા વ્યાપારિક નીતિમાં ફેરફારની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યુ કે અમેરિકા હવે વિદેશી આયાત પર જવાબી ટૈરિફ લાગૂ કરશે. તેમણે ભારત, ચીન અને યૂરોપીય સંઘ પર આરોપ લગાવ્યો કે આ દેશ અમેરિકી સામાન, ખાસ કરીને ઓટોમોબાઈલ્સ પર અત્યાધિક ટૈરિફ લગાવીને અમેરિકી વ્યવસાયોને નુકશાન પહોચાડી રહ્યુ છે. 2 એપ્રિલથી લાગૂ થનારા આ જવાબી ટૈરિફનો હેતુ અમેરિકી નિકાસકારો માટે સમાન પ્રતિસ્પર્ધાનો માહોલ બનાવવાનો છે. ટ્રમ્પે ભારતના 100% ચાર્જનો ઉલ્લેખ કરતા કહ્યુ કે જે ટૈરિફ તે અમારા પર લગાવે છે એ જ આપણે તેના પર લગાવીશુ"
વિશેષજ્ઞોનુ માનવુ છે કે તેની ભારત પર મોટી અસર થઈ શકે છે. કારણ કે ભારત અમેરિકી આયાતો પર સરેરાશથી વધુ ટૈરિફ લગાવે છે. દાખલા તરીકે ભારત અમેરિકી કારો પર 100% ટૈરિફ લગાવે છે. છેલ્લા દાયકામાં ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ 35 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે, જે ભારતના GDPના લગભગ 1% જેટલો છે. ગોલ્ડમેન સૅક્સના રિપોર્ટ મુજબ, યુએસ ટેરિફ ભારતના GDP વૃદ્ધિ દર પર 0.1 થી 0.3% ની નકારાત્મક અસર કરી શકે છે. જો અમેરિકા વ્યાપક વૈશ્વિક ટેરિફ લાદે છે, તો તેની અસર 0.6% જેટલી ઊંચી થઈ શકે છે. આ ભારતની પહેલાથી જ નબળી અર્થવ્યવસ્થા માટે બીજો ફટકો સાબિત થઈ શકે છે.
મંદીનુ ભૂત સતાવી રહ્યુ છે - આ બધા આંકડા અને તથ્ય એક મોટી સમસ્યાની તરફ ઈશારો કરે છે. વાહન વેચાનમાં ઘટાડો, ગોલ્ડ લોનમાં વધારો, શેર બજારનુ કમજોર પ્રદર્શન અને હવે અમેરિકી ટૈરિફની માર - આ બધા સંકેત બતાવે છે કે અર્થવ્યવસ્થા સંકટના ગાળામાંથી પસાર થઈ રહી છે. સરકાર ભલે GDP વૃદ્ધિના આંકડા રજૂ કરે, પણ સામાન્ય લોકોના જીવનમાં આ સુધારો દેખાતો નથી. ટ્રમ્પની નવી નીતિ નિકાસ પર અસર કરે તેવી શક્યતા છે, જે ભારતની આર્થિક મુશ્કેલીઓને વધુ ઘેરી બનાવી શકે છે. જો ગ્રાહકોની માંગ વધારવા અને લોકોની આવક સુધારવા માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો મંદીના આ તોફાન વધુ ભયંકર સ્વરૂપ લઈ શકે છે. આ પરિસ્થિતિ માત્ર સરકાર માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે ચિંતાનો વિષય છે. શું આ ફક્ત એક કામચલાઉ કટોકટી છે, કે પછી આવનારા વધુ મુશ્કેલ દિવસો આવશે? સમય જ કહેશે.