બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 22 જૂન 2021 (00:02 IST)

ભારતમાં એક દિવસમાં રેકોર્ડ 80 લાખ લોકોએ લગાવી વેક્સીન, પીએમ બોલ્યા વેલડન

ભારતમાં સોમવારે એક દિવસમાં રેકોર્ડ 80 લાખ લોકોએ કોરોના વેક્સીન (India Record Covid Vaccination)લગાવી છે. દેશમાં 18 વર્ષથી વધુ વયના બધા લોકો માટે કોરોના વેક્સીન મફત આપતા પહેલા દિવસે જ આ રેકોર્ડ બન્યો છે.  ફક્ત એમપીમાં જ 13 લાખ 72 હજારથી વધુ લોકોને કોરોના વેક્સીન લગાવાઈ છે.  સરકારે 21 જૂનથી રસીકરણ કાર્યક્રમ (Vaccination Drive)ને તેજ ગતિ આપવાનુ એલાન કર્યુ હતુ. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય  (Health Ministry) ની તરફથી સોમવારે આપેલી માહિતીમાં ક હેવામાં આવ્યુ છે કે કોવિડ વેક્સીનેશનની નવી સંશોધિત ગાઈડલાઈન રજુ થતા પહેલા આ રેકોર્ડ બન્યો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સોમવાર સાંજ સુધી 75 લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં કોવિડ રસીકરણનો આ સૌથી મોટો રેકોર્ડ છે. આ અગાઉ 2 એપ્રિલે 42 લાખ 61 હજારથી વધુ રસી ડોઝ આપવામાં આવી હતી.
 
.ન્દ્ર સરકારનાં નિશુલ્ક રસીકરણ અભિયાનની ઘોષણા પીએમ મોદીએ થોડા દિવસ પહેલા કરી હતી, કેન્દ્ર સરકારે રસીનાં ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ખુદ ખરીદવાનો નિર્ણય કર્યો છે, જ્યારે 25 ટકા વેક્સિન ખાનગી હોસ્પિટલો દ્વારા ખરીદવામાં આવશે. 
 
કેન્દ્ર સરકાર હવે આ રસી ખરીદીને તે રાજ્ય સરકારને જ આપશે, જ્યારે અગાઉ રાજ્યોને પણ આ રસી ખરીદવાનું કહેવામાં આવ્યું હતું. આજે સવારથી રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આ કારણોસર રસીનાં 81 લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે કોવિન એપ્લિકેશન મુજબ, અત્યાર સુધીમાં 82,70,212 રસી લગાવવામાં આવી છે.