શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (08:12 IST)

કોરોના મહામારીમાં પણ યોગને લઈને લોકોમાં ઉત્સાહ ઓછો થયો નથી, સ્ટ્રેસથી સ્ટ્રેંથ તરફ લઈ જ જાય છે - પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત વર્ચુઅલ કાર્યક્રમને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યોગ કોરોના રોગચાળામાં આશાની કિરણ રહ્યુ છે અને તેના પ્રત્યેનો ઉત્સાહ ઓછો થયો નથી. તેમણે કહ્યું કે જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયા આ માટે તૈયાર નહોતી પણ આવા સમયમાં યોગ જ આત્મબળ અને એક મોટુ માઘ્યમ બન્યુ. 
 
તેમણે કહ્યુ કે, કોરોના છતા આ વખતે યોગ દિવસની થીમ 'યોગ ફોર વેલનેસ'એ કરોડો લોકોમાં યોગા પ્રત્યે ઉત્સાહને વધાર્યો. હુ આજે યોગ દિવસ પર આ પ્રાર્થના કરુ છુ કે દરેક દેશ દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે.  બધા એકસાથે મળીને એકબીજાની તકાત બનો.   પીએમ મોદીએ કહ્યું, 'કોરોનાના દોઢ વર્ષમાં ભારત સહિત કેટલાય દેશોએ મોટા સંકટનો સામનો કર્યો. વિશ્વના મોટા ભાગના દેશો માટે યોગ દિવસ તેમનો પરંપરાગત સાંસ્કૃતિક ઉત્સવ નથી. આ મુશ્કેલ સમયમાં લોકો તેને સરળતાથી ભૂલી શકતા હતા. પરંતુ લોકોમાં યોગનો ઉત્સાહ વધ્યો છે.
 
પીએમ મોદીએ કહ્યુ, ભારતના ઋષિયોએ, ભારતને જયારે પણ સ્વાસ્થ્યની વાત કરી છે, તો તેનો મતલબ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય રહ્યો નથી. તેથી યોગમાં ફિજિકલ હેલ્થની સાથે સાથે મેંટલ  હેલ્થ પર આટલુ જોર આપવામાં આવ્યુ છે.  યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેંથ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટીનો રસ્તો બતાવે છે. યોગ આપણને નિરાશાથી ઉમંગ અને પ્રમાદ થી પ્રસાદ સુધી લઈ જાય છે.