શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 એપ્રિલ 2021 (14:51 IST)

વિટામીન સી યુક્ત ખાટા ફળોની ડિમાન્ડ વધી, ભાવ પહોંચ્યા આસમાને

કોરોના મહામારી સાથે જ ઘરેલુ ઔષધિઓની માંગ પણ વધારો થયો છે. એટલા માટે લીંબુ, ખાટા ફળો અને સંતરા જેવા ફળોના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગુજરાતમાં સામાન્ય દિવસોમાં 50 થી 60 રૂપિયા કિલો રૂપિયે વેચાતા લીંબુના ભાવ 150 થી 200 રૂપિયે કિલોએ પહોંચી ગયા છે. 
 
કોરોનાના સંક્રમણનો ભોગ બનેલા લોકો લીંબુ, મોસંબી, અને સંતરા તેમજ લીલી નાળિયેરના ટ્રોફા ખરીદી રહ્યા છે. આથી કોરોનાની મહામારીમાં વિટામિન-સીની ઊણપ દૂર કરતા એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રુટ્સના ભાવોમાં વધારો થઇ ગયો છે. કોરોનાની મહામારીમાં લોકો લીંબુનો રસ, મોસંબીનો રસ અને સંતરાંનો રસ, વધુ પ્રમાણમાં પી રહ્યા છે. પરિણામે, આ તમામ ફ્રૂટ્સની માગમાં વધારો થયો છે.
વધી ગઇ લીંબુ-સંતરાની માંગ
શાકમાર્કેટમાં દુકાનકારે જણાવ્યું હતું કે લીંબુ અને સતરાની ડિમાંડ વધી ગયા છે. પહેલાં જ્યાં લોકો બે, ચાર લીંબુ ખરીદતા હતા તો તેનું વેચાણ કિલો અનુસાર થઇ રહી છે. લીબું સંતરા જેવા ફળ સ્વાદની સાથે વિટામીન સીનો સૌથી સારો સ્ત્રોત છે. જેથી લોકો તેનું વધુ સેવન કરે છે, જેથી તેની ડિમાન્ડ વધી ગઇ છે. 
 
લોકડાઉનના લીધે માલની સપ્લાય પર પડી અસર
શાકમાર્કેટ એસોસિએશનના એક મોટા વેપારી રામજીભાઇએ જણાવ્યું હતું કે ગરમીઓમાં લીંબુ અને સંતરા જેવા ફળોની માંગ તો વધુ છે. પરંતુ અત્યારે લોકો વિટામીન સીની વધુ જરૂર છે. તેની કિંમતમાં વધારાનું મોટું કારણ લોકડાઉન પણ છે. માલની સપ્લાય પર અસર પડી રહી છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનના લીધે સંતરાની આયાત પહેલાંથી જ ઓછી થઇ રહી છે. તેથી ભાવ વધી રહ્યા છે. 
 
ખાટા ફળો અને લીંબુના ભાવ બમણો થયો
રામજીભાઇના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ઉનાળામાં 40 થી 50 રૂપિયે પ્રતિ કિલો હોય છે. પરંતુ અત્યારે તેની કિંમત 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો વચ્ચે છે. હાલની સ્થિતિને જોતાં ભાવ ઓછા થવાની સંભાવના ઓછી છે. 
 
આયુર્વેદિક ડોક્ટર લીબું-સંતરાનો જ્યૂસ પીવાની આપે છે સલાહ
અન્ય એક વેપારી મનોહરભાઇએ જણાવ્યું હતું કે કોરોનાના લીધે અત્યારે અત્યારે દેશમાં જે સ્થિતિ છે, તેનાથી દરેક વ્યક્તિ ડરેલો છે. લોકો પોતાને ફિટ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો લીંબુ પાણી તેમજ મોંસબી અને સંતરાના રસનું સેવન વધુ કરી રહ્યા છે. તો બીજી તરફ આયુર્વેદિક ડોક્ટર પણ લીબું પાણી, સંતરા અને ખાટા ફળોના રસ પીવાની સલાહ આપે છે. તેના લીધે પણ તેની ખપત અચાનક વધી ગઇ છે. 
 
આ વાત તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવી છે. વિટામીન સી યુક્ત ફળો ખાવાથી ન્યુમોનિયા જેવી બિમારીઓના બેક્ટેરિયા સામે લડવામાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મદદ મળે છે. સંતરા, સફરજન, લીંબુ, જામફળ વગેરે જેવા ફળોમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે.