ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :સવાઇ માઘોપુર , શનિવાર, 23 ડિસેમ્બર 2017 (10:59 IST)

#SawaiMadhopur રાજસ્થાનના સવાઈ માઘોપુરમાં ભયાનક બસ દુર્ઘટના, બસ નદીમાં ખાબકતા 27ના મોત

#SawaiMadhopur
રાજસ્થાનના સવાઈ માઘોપુર જીલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જીલ્લાની બનાસ નદીના પુલ પરથી એક મિની બસ નદીમાં પડી ગઈ છે. આ દુર્ઘટનામં લગભગ 20 લોકોના મરવાના સમાચાર છે. જો કે આ સંખ્યા હજુ વધી શકે છે.  દુર્ઘટનામાં 24થી વધુ લોકો ઘાયલ છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ મરનારાઓમાં 3 મહિલાઓ અને 3 બાળકોનો પણ સમાવેશ છે.  દુર્ઘટના પછી તરત સ્થાનીક લોકો અને મોટા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. ઘાયલોને જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.