સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (15:27 IST)

મોદીની મહત્વાકાંક્ષી યોજના, 10 કરોડને મળશે નોકરી..

નીતિ આયોગના મહાનિદેશક ડીએમઈઓ અને સલાહકાર અનિલ શ્રીવાસ્તવે દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના મેક ઈન ઈંડિયાથી 2020 સુધી 10 કરોડ નવી નોકરીઓ ઉભી થઈ જશે. 
 
શ્રીવાસ્તવે દાવો કર્યો કે ભારત ચોથી તકનીકી ક્રાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યુ છે. તેમા તકનીકનો ખૂબ ઉપયોગ છે. મેક ઈન ઈંડિયા દ્વારા આપણે 2010 સુધી 10 કરોડ નવા રોજગાર ઉભા કરવાના લક્ષ્ય સાથે  આગળ વધી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે મેક ઈન ઈંડિયા અને સ્ટાર્ટઅપ ઈંડિયા જેવી યોજનાઓ દ્વારા દેશમાં રોકાણની નવી શક્યતાઓને શોધવની કોશિશ કરી છે.  મેક ઈન ઈંડિયા હેઠળ સરકાર નિર્માણ ક્ષેત્ર પર ખૂબ ફોકસ કરી રહી છે. આવામાં આશા છે કે આગામી કેટલાક મહિનામાં મોટી સંખ્યામાં નવા રોજગારની તક મળશે. 
 
2 વર્ષમાં 107 નવી મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ લાગી. મેક ઈન ઈડિયા દ્વારા સરકાર ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં બનાવવા માંગે છે. આ પ્રયાસોનુ પ્રમાણ છે કે છેલ્લા 2 વર્ષમાં 107 નવી મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ સ્થાપિત કરવામાં આવી છે.