સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (15:21 IST)

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે પાવાગઢની મુલાકાત લીધી

પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ-ચાંપાનેર ખાતેના હેરિટેજ સ્થાપત્યોને નિહાળવા દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સ તેની પત્નિ અને પુત્ર સાથે ઐતિહાસીક સ્મારકો નિહાળ્યા હતા. જોકે અચાનક પાવાગઢની ઉડતી મૂલાકાત લેતા અન્ય પ્રવાસીઓ પણ અવાક બની ગયા હતા. પાવાગઢ-ચાંપાનેરના ઐતિહાસિક સ્થાપત્યોને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળતા અહી હવે વિશ્વના પ્રવાસીઓનું પણ ધ્યાન ખેંચાતા પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે હવે વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ પંચ-મહોત્સવનું પણ આયોજન દર વર્ષે કરી રહ્યુ છે. ત્યારે ગુજરાતની પ્રથમ પાવાગઢ-ચાંપાનેર ખાતેની હેરિટેજ સાઇટ અને જ્યાં 14મી અને 15મી સદીના ઐતિહાસીક સ્થાપત્યોની મુલાકાત દક્ષિણ આફ્રિકાના પુર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સ તેના પરિવાર સાથે મૂલાકાત લીધી હતી જોકે એકાએક પાવાગઢના આ સ્થાપત્યોની મુલાકાત લેતા પ્રવાસીઓ પણ અચંબિત થયા. પાવાગઢના ઐતિહાસીક સ્થાપત્યોનો નજારો માણી રોમાંચિત થઇ ચૂક્યો હતો. પાવાગઢ તળેટી પર આવેલ જામા મસ્જીદની મુલાકાતે આવ્યો હતો. જ્યાં આ સ્થાપત્યોને મનભરી પરીવાર સાથે નિહાળ્યા બાદ તેની નજીકમાં આવેલી શહેર મસ્જીદ ખાતે પહોંચ્યો હતો. તેમના આ અચાનક મુલાકાતના જાણ હેરિટેજ કચેરી પાવાગઢને થતાં હેરિટેજ કચેરીના કર્મચારીઓએ જોન્ટી રોડ્સનું સ્વાગત કર્યું હતું. જોન્ટી રોડ્સે બે સ્થાપત્યોની અડધા કલાકની મુલાકાત બાદ ત્યાંથી રવાના થઇ ગયો હતો.