ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (15:25 IST)

પરાજય અંગે ત્રણ દિવસના મંથન બાદ ગુજરાત કોંગ્રેસમાં થશે ધરખમ ફેરફારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપની સામે કોંગ્રેસે કાંટાની ટક્કર આપી છે. તેમજ સાબિત કરી આપ્ચું છે કે હવે કોંગ્રેસ ભાજપ સામે ગુજરાતમા જીતી શકે છે. જો કે હારના કારણો અંગે મહેસાણામાં ત્રણ દિવસ સુધી મંથન ચાલ્યું હતું પણ હવે કોંગ્રેસમાં પણ ધરખમ ફેરફારો થવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકી સામે સામાન્ય કાર્યકરથી લઈ પ્રદેશના નેતાઓઓની અનેક ફરિયાદને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ સોંલકીને તત્કાલ બદલવા માગતા હતા. પરંતુ ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાને કારણે હાઈકમાન્ડ સોંલકીને બદલવાનો નિર્ણય લઈ શક્યુ નહીં, પણ હવે ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે જેના પગલે હાઈકમાન્ડે નવા પ્રદેશ પ્રમુખને મુકવાની દિશામાં કામ શરૂ દીધુ છે. પરિણામ જાહેર થયા બાદ ભરતસિંહ સોંલકીએ ગુજરાતના પરિણામની જવાબદારી પોતાના માથે લઈ પ્રદેશ પ્રમુખ તરીકે પોતાનું રાજીનામુ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી આપ્યુ છે. સુત્રોની જણાકારી પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા નવા પ્રમુખની પસંદગીની વિચારણા કરી છે. જેમાં અર્જુન મોઢવાડીયાને અગ્રતા આપવામાં આવી છે. આમ તો તેમને વિધાનસભામાં મહત્વની જવાબદારી સોંપવાની હતી, પણ તેઓ 1900 મતે હારી જતા હવે હાઈકમાન્ડનો તેમને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવાનો નિર્ણય છે એમ સુત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યની સંખ્યામાં વધારો થયો છે તેના કારણે રાજ્યસભામાં પણ કોંગ્રેસના સભ્યની સંખ્યા ગુજરાતમાંથી વધવાની છે.જયારે માર્ચ મહિનામાં આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અને ચૂંટણી હારી ગયેલા શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં મોકલવા જોઈએ તેવી પણ વિચારણા ચાલી રહી છે.