શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

કામઘેનુ ગાય - ગીરની ગાયના મૂત્રમાં હોય છે સોનુ... જૂનાગઢના પ્રોફેસરનો ચોંકાવનારો દાવો

ભારતમાં ગાયને કામઘેનુ આમ જ નથી કહેવામાં આવતી. પ્રાચીન ગ્રંથો મુજબ ગાયમાંથી ફક્ત દૂધ નહી પણ બીજી અમૂલ્ય વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે. હવે આ વાતની પુષ્ટિ કરતા ગુજરાતના જૂનાગઢ એગ્રીકલ્ચર યૂનિવર્સિટી(જેએયૂ)ના એક પ્રોફેસર ડો. બીએ ગોલકિયાએ દાવો કર્યો છે કે તેમને ગોમૂત્રમાંથી સોનુ મળ્યુ છે.  
આ પ્રોફેસરે એવુ શોધી કાઢયુ છે કે ગીરની ગાયના મુત્રમાં સોનાની માત્રા હોય છે. એક લીટર ગૌમુત્રમાં 3 થી 10 મીલીગ્રામ જેટલુ સોનુ હોવાનુ આ પ્રોફેસરે જણાવ્યુ છે. ચાર વર્ષના રિસર્ચ બાદ ડો. બી.એ.ગોલકીયાએ ગીરની ગાયના મુત્રમાંથી સોનુ કાઢવાનો દાવો કર્યો છે. તેમણે ગીરની 400 ગાયોના મુત્ર ઉપર રિસર્ચ કર્યા બાદ ૩ એમ.જી.થી 10 એમ.જી. સુધીનુ સોનુ કાઢયુ છે. આટલુ સોનુ 1 લીટર ગૌમુત્રમાંથી કાઢવામાં આવ્યુ છે.
 
 આ ધાતુ સોલ્ટના સ્વરૂપમાં મેળવવામાં આવ્યુ છે જે પાણીમાં હોય છે. ડો.ગોલકીયાના નેતૃત્વમાં ત્રણ લોકોની ટીમે ક્રોમેટોગ્રાફી-માસ સ્પેકટ્રોમેટ્રી વિધિનો ઉપયોગ કરી ગૌમુત્રની પરીક્ષણ કર્યુ હતુ.  ડો.ગોલકીયાએ જણાવ્યુ છે કે, અત્યાર સુધી આપણે પ્રાચીન ગ્રંથોમાં જ ગૌમુત્ર સુવર્ણ મળતુ હોવાની વાત સાંભળતા આવીએ છીએ પરંતુ તેના કોઇ વૈજ્ઞાનિક પુરાવાઓ નહોતા. અમે તેના પર રિસર્ચ કરવાનો નિર્ણય લીધો હતો. અમે ગીર ઓલાદની 400  ગાયોના મુત્રનું પરિક્ષણ કર્યુ અને તેમાંથી સોનુ શોધી કાઢયુ.
 
 તેમણે કહ્યુ હતુ કે, ગૌમુત્રમાંથી સોનુ માત્ર રાસાયણિક વિધિમાંથી કાઢી શકાય છે. તેની સાથે માહિતી આપતા કૃષિ વૈજ્ઞાનિકે જણાવ્યુ હતુ કે, ગાય ઉપરાંત ઉંટ, ભેંસ, બકરી, ઘેટુ વગેરેના મુત્રનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ પરંતુ તેમાંથી સોનુ જણાયુ ન હતુ.

ગોમૂત્રમાં હોય છે 388 ઔષધીય ગુણ -   આ સિવાય રિસર્ચમાં એવુ પણ જણાયુ કે ગૌમુત્રમાં 388 એવા ઔષધીય ગુણ જણાયા છે જેનાથી અનેક બીમારીઓનો ઇલાજ કરી શકાય છે. અત્રે એ નોંધનીય છે કે, ડો.ગોલકીયા જુનાગઢ યુનિ.માં બાયો ટેકનોલોજીના હેડ છે. તેમના નેતૃત્વમાં જૈમીન, રાજેશ, વિજય અને શ્રધ્ધાએ આ વિષય ઉપર રિસર્ચ કર્યો હતો. હવે આ ટીમ ભારતમાં મળી આવતી દેશી ગાયોના ગૌમુત્ર ઉપર રિસર્ચ કરશે. કુલ 5100 જેટલા કમ્પાઉન્ડઝ ગીરની ગાયના મુત્રમાંથી મળી આવ્યા હતા તેમાંથી 388  ઔષધીય ગુણો મળી આવ્યા છે.
  
આ યુનિ.માં દર વર્ષે 50,000 જેટલા વિવિધ પ્રોડકટ જેમ કે, શાકભાજી, કઠોળ, બિયારણ, મધ, ડેરી આઇટમ વગેરેના પરીક્ષણ થતા હોય છે. આ યુનિવર્સિટીમાં હવે ગીર ગાયના મુત્રનો હ્મુમન પેથોજન અને પ્લાન્ટ પેથોજન ઉપર ઉપયોગ અંગે સંશોધન થઇ રહ્યુ છે. પ્લાન્ટની સુરક્ષા અને માનવરોગની સારવારમાં ગૌમુત્રના ઉપયોગ અંગે વધુ સંશોધન થઇ રહ્યુ છે