ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સીહોર. , ગુરુવાર, 8 જૂન 2023 (18:54 IST)

Sehore Borewell Rescue - અનેક પ્રયાસો છતા ન બચી શકી સિહોરની સૃષ્ટિ, 51 કલાક ચાલ્યુ રેસ્ક્યુ, દમ ઘૂંટવાથી માસુમનો ગયો જીવ

sehore
મધ્યપ્રદેશના સીહોરમાં બોરવેલમાં પડેલી અઢી વર્ષની બાળકી સૃષ્ટિને બચાવવા 51 કલાકનુ રેસ્ક્યુ નિષ્ફળ રહ્યુ.  બાળકીને બોરવેલમાંથી કાઢીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા જાણ થઈ કે દમ ઘૂંટાઈ જવાથી તેનુ મોત પહેલા જ થઈ ચુક્યુ છે.  ઉલ્લેખનીય છે કે સીહોરના ગ્રામ મુંગાવલીમાં છેલ્લા 51 કલાકથી સૃષ્ટિ નામની બાળકીનુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ હતુ.  આ રેસ્ક્યુ ઓપરેશનમાં જીલ્લા પ્રશાસનની ટીમો ઉપરાંત  SDERF, NDRF અને આર્મીના જવાન્નો પણ કામમા લાગ્યા હતા. બોરવેલમાંથી કાઢ્યા બાદ સુષ્ટિને તરત જ સીહોર જીલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 

 
રોબોટિક એક્સપર્ટ્સની ટીમ પણ થઈ સામેલ 
 
ઉલ્લેખની છે કે ગુરુવારે ત્રીજા દિવસે રોબોટિક નિષ્ણાતોની ટીમે પણ સૃષ્ટિને બચાવવા માટે ચાલી રહેલા અભિયાનમાં ભાગ લીધો હતો. આજે રેસ્ક્યુ ઓપરેશનનો ત્રીજો દિવસ હતો અને બાળકીને બોરવેલમાં પાઈપ દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૃષ્ટિ પહેલા લગભગ 40 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગઈ હતી અને બાદમાં તે નીચે લપસી ગઈ હતી અને લગભગ 100 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગઈ હતી. મંગળવારે બપોરે 1 વાગ્યાની આસપાસ તે બોરવેલમાં પડી હતી અને ત્યારથી તેને બચાવવાના પ્રયાસો ચાલુ હતા.
 
સીએમ સતત કામગીરી પર રાખી રહ્યા હતા નજર  
સૈન્યની એક ટીમ પણ સૃષ્ટિના બચાવ કામગીરીમાં રોકાયેલી હતી જ્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર ઈમરજન્સી રિસ્પોન્સ ફોર્સ (SDERF) ની ટીમો પહેલેથી જ કામમાં સામેલ છે. આ ઉપરાંત 12 અર્થમૂવિંગ અને પોકલેન મશીન પણ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને અધિકારીઓની એક ટીમ પણ બચાવ કામગીરીની દેખરેખ માટે જિલ્લા અધિકારીઓના સંપર્કમાં હતી. 

સુપ્રીમ કોર્ટે જાહેર કરી હતી માર્ગદર્શિકા 
2009માં સર્વોચ્ચ અદાલતે ખુલ્લા છોડવામાં આવેલા બોરવેલમાં પડતા બાળકોના જીવલેણ અકસ્માતોને રોકવા માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. 2010માં કોર્ટ દ્વારા જારી કરાયેલ સુધારેલી માર્ગદર્શિકામાં બાંધકામ દરમિયાન કૂવાની ફરતે કાંટાળા તારની ફેન્સીંગ લગાવવી, બોરવેલ ઉપર બોલ્ટ સાથે સ્ટીલ પ્લેટ કવરનો ઉપયોગ કરવો અને બોરવેલને નીચેથી જમીનના સ્તર સુધી ભરવાનો સમાવેશ થાય છે. જો કે, આ દિશાનિર્દેશો છતાં, લોકો બેદરકારી દાખવે છે અને તેના કારણે જ અવાર નવાર એક યા બીજા બાળકના બોરવેલમાં પડી જવાના સમાચારો સામે આવે છે.