1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (09:38 IST)

કોવિશિલ્ડના સાઈડ ઈફેક્ટસ શરૂઆતમાં જ બતાવી દીધા હતા, કોરોના વેક્સીનને લઈને સીરમ ઈંસ્ટીટ્યુટનુ મોટુ નિવેદન

Covishield-Covaxin
Serum Institute Clarification On Covishield Vaccine: બ્રિટનની ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરોના વેક્સીન કોવિશિલ્ડની સાઈડ ઈફેક્ટસે ધ્યાનમાં રાખીને આ વેક્સીન માર્કેટમાંથી પરત બોલાવવાનો નિર્ણય લીધો છે.  આ ઉપરાંત આ વેક્સીનનું ઉત્પાદન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)નું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કર્યું હતું અને તેને બજારમાં ઉપલબ્ધ કરાવ્યું હતું.
 
સીરમ ઇન્સ્ટિટ્યૂટે બુધવારે જણાવ્યું હતું કે તેણે 2021માં વેક્સીનની સપ્લાયની શરૂઆતમાં પેકેજિંગ ઇન્સર્ટમાં થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સહિત રસીની તમામ સાઈડ ઈફેક્ટ્સનો ખુલાસો કર્યો હતો, પરંતુ એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે કોવિશિલ્ડ વેક્સીન પછી શરીરમાં લોહીના ગંઠાવવા શરૂ થાય છે..જેનાથી  આખી દુનિયામાં હલચલ મચી ગઈ. 
 
વેક્સજાવેરિયાના ફોર્મૂલા પર બનાવી હતી  કોવિશિલ્ડ
સીરમ ઇન્સ્ટિટ્યૂટએ કહ્યું છે કે ડિસેમ્બર 2021માં વેક્સિનની માંગમાં ઘટાડો થયો હતો, તેથી કંપનીએ તેનું ઉત્પાદન અને પુરવઠો બંધ કરી દીધો હતો. બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરના દેશોમાંથી તેની કોરોના વેક્સીન વેક્સજાવેરિયાનો સ્ટોક પાછો મંગાવ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં આ રસી બનાવી રહી હતી, પરંતુ ભારતમાં જે રસી બનાવવામાં આવી રહી છે તેનું નામ કોવિશિલ્ડ છે અને આ દવા એ જ ફોર્મ્યુલા અનુસાર બનાવવામાં આવી હતી જેમાંથી વેક્સજાવેરિયા બનાવવામાં આવે છે
 
એસ્ટ્રાજેનેકા એ વેક્સીન પરત બોલાવી લીધી છે, પરંતુ સીરમ સંસ્થાએ હજુ સુધી રસી પાછી ખેંચવાનો નિર્ણય લીધો નથી. AstraZenecaએ વેક્સીનનું અપડેટેડ વર્ઝન માર્કેટમાં લોન્ચ કર્યું છે અને જૂના વર્ઝનનો સ્ટોક પાછો મંગાવ્યો છે. કંપનીએ અગાઉ 5 માર્ચે વક્સજાવેરિયાને શેરબજારમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ આદેશ 7 મેના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.