સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 મે 2024 (15:29 IST)

ભગવાન શિવને ચઢાવવા માટે માણસએ કાપી લીધી જીભ, હોસ્પીટલમાં દાખલ

છત્તીસગઢના દુર્ગથી એક ચોંકાવનારા મામલો સામે આવ્યો છે. અહીં એક માણસે અંધવિશ્વાસના કારણે તેમની જીભ કાપી લીધી. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.પોલીસ અધિકારીએ જણાવ્યુ કે  જીલ્લાના અંજોરા પોલીઅ વિસ્તારના હેઠન થનૌદ ગામમાં 33 વર્ષના રાજેશ્વર નિષાદએ તેમની જીભ કાપી લીધી. નિષાદને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે. 
 
શું છે સમગ્ર મામલો 
અજોરા ચોકીના પ્રભારી રામ નારાયણ ધ્રુવે જણાવ્યું કે ગામલોકોએ માહિતી આપી છે કે નિષાદ આજે સવારે લગભગ આઠ વાગે ગામના તળાવ પર પહોંચ્યો હતો અને એક પથ્થર પાસે બેસીને કેટલાક મંત્રોના પાઠ કર્યા હતા.બાદમાં તેણે અચાનક જ છરી વડે તેની જીભ કાપી નાખી અને તેને પથ્થરની નજીક રાખી દીધી.
 
ધ્રુવે જણાવ્યું કે જ્યારે ગામલોકોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ સરકારી એમ્બ્યુલન્સ સેવા અને પોલીસને જાણ કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે નિષાદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
 
ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નિષાદે અંધવિશ્વાસના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શિવને પોતાની જીભ અર્પણ કરવા માંગતો હતો. તેણે કહ્યું કે
નિષાદને ત્રણ બાળકો છે અને તેની પત્ની મૂંગી છે.
 
પોલીસ બાળકો અને ગ્રામજનોની પૂછપરછ કરી રહી છે. પોલીસે નિષાદે વાપરેલ છરી પણ કબજે કરી લીધી છે. ધ્રુવે કહ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે અને મામલાની તપાસ કરી રહી છે.