શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 7 મે 2018 (15:35 IST)

આગામી 48 કલાક પૃથ્વી પર ભારે રહેશે, બંધ થઈ જશે મોબાઈલ અને ટીવી

આવનારા 48 કલાક થોડા સમય માટે બ્લેક આઉટની સ્થિતિ ઉભી કરી શકે છે. એક્સપર્ટ્સ મુજબ પૃથ્વી સાથે સોલર સ્ટોર્મ અથડાઈ શકે છે. સૂર્યમાં એક કોરોનલ હોલ રહેશે જેનાથી સૂરજમાંથી મોટા પ્રમાણમાં ઉર્જા નીકળશે.  જો આ Solar Storm પૃથ્વી સાથે અથડાય છે તો તેનથી સેટેલાઈટ આધારિત મોબાઈલ, ટીવી અને GPS વગેરે સુવિદ્યાઓ ઠપ્પ પડી જશે.  અમેરિકે સ્પેસ એજંસી નાસાએ એક તસ્વીર પણ રજુ કરી છે જેમા સૂર્ય પરથી ઉઠનારા ગેસના તોફાનને જોઈ શકાય છે. 
સૂરજ ફેંકશે ગરમ આંધી 
 
રિપોર્ટ મુજબ તોફાનથી ધરતીના સોલર ડિસ્કના લગભગ અડધો ભાગને કાપતા એક મોટુ કાણુ બનશે. જેના કારણે સૂર્યના વાતાવરણ પરથી પૃથ્વી તરફ ખૂબ જ ગરમ હવાનુ એક તોફાન આવશે. નેશનલ ઓશન એંડ અટમોસ્ફિયર એસોસિએશનનું કહેવુ છે કે આ સોલર સ્ટોર્મ જી-1 કેટેગરીનુ છે. મતલબ આ વાવાઝોડુ હળવુ હશે. પણ તેનાથી ઘણુ વધુ નુકશાન થઈ શકે  
આ તોફાન પૃથ્વીને નુકશાન પહોંચાડશે
 
એસોસિએશન ફોરકાસ્ટનુ કહેવુ છે કે જી-1 શ્રેણીનો જિયોમૈગ્નેટિક તોફાન 48 કલાકમાં એ સમયે આવી શકે છે જયારે સૌર હવાઓ ચાલશે.  ચુંબીય તોફાનને સૌર તોફાન કહે છે. જે સૂર્યની સતહ પર આવેલ ક્ષણિક ફેરફારથી ઉત્પન્ન થાય છે.  તેને પાંચ શ્રેણી જી-1, જી-2, જી-3, જી-4 અને જી-5માં વહેંચાયેલુ છે.  એવુ કહેવાય છે કે જી-5 શ્રેણીનુ તોફાન પૃથ્વીને મોટુ નુકશાન પહોંચાડી શકે છે.  સોલર સ્ટોર્મને લઈને સ્કાઈમેટના સાયંટિસ્ટ ડો. મહેશ પલાવતનુ કહેવુ છે કે જી-1 કેટેગરીમાં પાવર ગ્રિડ પર સૌથી વધુ અસર થાય છે. માઈગ્રેટરી બર્ડ્સ પર પણ તેની ગંભીર અસર પડી શકે છે.  આ આંધીની વ્યાપક અસર યૂએસ અને યૂકેમાં વધુ પડવાની શક્યતા છે.