બુધવાર, 19 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 9 ફેબ્રુઆરી 2025 (11:52 IST)

સોનભદ્રમાં મહાકુંભમાંથી પરત ફરી રહેલા 4 ભક્તોના મોત, ટ્રેલરની ટક્કર

યુપીના સોનભદ્રમાં રવિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોના ટુકડા થઈ ગયા હતા. દારણખાડા પાસે આ અકસ્માત થયો હતો.
 
પોલીસે જણાવ્યું કે, શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરીને છત્તીસગઢના રાયપુર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાભની પાસે ટ્રેલરે બોલેરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
 
આ અકસ્માતમાં રાયપુરના રહેવાસી અનિલ પ્રધાન (37), રૂકમણી યાદવ (58), લક્ષ્મી બાઈ (30) અને ઠાકુર રામ યાદવ (58)નું મૃત્યુ થયું હતું. જ્યારે દિલીપ દેવી, અભિષેક, હષિત, સુરેન્દ્રી દેવી, યોગી લાલ, અહાન અને રામકુમાર ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ અકસ્માત સવારે લગભગ 6 વાગે થયો હતો. સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલરે બોલેરોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ રોડ પર ચીસાચીસ મચી ગયો હતો.