ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 2 મે 2022 (13:02 IST)

SpiceJet વિમાન દુર્ઘટના : 13 મુસાફરો ગંભીર રૂપે ઘાયલ, ડીજીસીએએ આપી મામલાના તપાસનો આદેશ

રવિવારે સ્પાઈસજેટ એયરલાઈનની મુંબઈ-દુર્ગાપુર(પશ્ચિમ બંગાળ)ઉડાનને હવાઈમથક પર ઉતરતી વખતે ગંભીર વાયુમંડલીય અવરોધનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે સૂત્રોના હવાલા પરથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે આ વિમાનમાં મુસાફરી કરી રહેલ 13 લોકો ગંભીર રૂપે ઘવાયા છે અને ડાઈરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. 
 
એરપોર્ટ પર ઉતરતી વખતે અકસ્માત
ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટના એરક્રાફ્ટ બોઈંગ B737એ મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુરના કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. જ્યારે પ્લેન લેન્ડ થવાનું હતું ત્યારે તે વાતાવરણ એકદમ ખરાબ થવાથી તે  ફસાઈ ગયું. આ દરમિયાન એરક્રાફ્ટના આંચકાને કારણે કેબિનમાં રાખેલો સામાન યાત્રીઓ પર પડ્યો હતો, જેના કારણે યાત્રીઓને માથામાં ઈજા થઈ હતી. લેન્ડિંગ બાદ ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આમાં ત્રણ કેબિન ક્રૂ મેમ્બર પણ ઘાયલ થયા છે.
 
ઘાયલ મુસાફરે ઘટના જણાવી
સ્પાઈસ જેટની આ ફ્લાઈટમાં હાજર એક ઈજાગ્રસ્ત મુસાફર અકબર અંસારીએ જણાવ્યું કે આ સમગ્ર દુર્ઘટના અત્યંત ખરાબ હવામાનને કારણે થઈ છે. દુર્ગાપુર એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થવા જઈ રહી હતી ત્યારે પ્લેન ડિસ્ટર્બન્સમાં ફસાઈ ગયું. અંસારીએ કહ્યું કે આ ખૂબ જ ખરાબ અનુભવ હતો. જેમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા. અત્રે જણાવી દઈએ કે હોસ્પિટલમાં દાખલ 13 ઘાયલ મુસાફરોના માથામાં ગંભીર ઈજાઓ છે, જેમાંથી કેટલાકને ટાંકા પણ આવ્યા છે. આ મુસાફરોમાંથી એકને કરોડરજ્જુમાં ઈજા પણ થઈ છે.
 
સ્પાઈસજેટ એરલાઈને ખેદ વ્યક્ત કર્યો
આ સમગ્ર મામલે એરલાઇન સ્પાઇસજેટે ચિંતા વ્યક્ત કરી છે. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 1 મેના રોજ, સ્પાઈસ જેટનું બોઈંગ B737 એરક્રાફ્ટ મુંબઈથી દુર્ગાપુર જતી ફ્લાઈટ SG-945નું સંચાલન કરતી વખતે એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે તે સમયે વાતાવરણમાં ગંભીર વિક્ષેપ સર્જાયો હતો, જેના કારણે કમનસીબે કેટલાક મુસાફરોને ઈજાઓ થઈ હતી. અમે ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડી રહ્યા છીએ.
 
આઠ ઘાયલોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
સ્પીજેટના પ્રવક્તાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન લેન્ડ થયા બાદ 11 ગંભીર રીતે ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી આઠ ઘાયલોને રજા આપી દેવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે ખરાબ હવામાનને કારણે જ્યારે અકસ્માત થયો ત્યારે સીટબેલ્ટ સાઈન ઓન હતી.