શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2017 (10:53 IST)

ALERT! પેટ્રોલ પંપો પર રિમોટ અને ચિપ લગાવીને થાય છે ચોરી, જાણો કેવી રીતે ?

યૂપીની રાજધાની લખનૌમાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને જીલ્લા સરકારની સંયુક્ત કાર્યવાહીમાં પેટ્રોલ પંપ પર રિમોટ અને ચિપ લગાવીને તેલની ચોરીનો ધંધો સામે આવ્યો છે. 
 
ગ્રુરૂવારે એસટીએફ અને જીલ્લા પ્રશાસનની સંયુક્ત ટીમે રાજધાનીના સાત પેટ્રોલ પંપર છાપો માર્યો. જ્યાર પછી તેલની ચોરીનો આ આધુનિક ગોરખધંધો સૌથી સામે આવ્યો. મશીનમાં ઈલેક્ટ્રોનિક ચિપ અને રિમોટ સેંસર દ્વારા આ ગોરખધંધો કંઈક આ રીતે થઈ રહ્યો હતો કે ગ્રાહકને તેની કોઈ શક થતો નહોતો. પંપ સંચાલક આ રીતે ગ્રાહકને કરોડોનો ચુનો લગાવી રહ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે ગ્રાહકને એક લીટર પેટ્રોલને બદલે ફક્ત 900 મિલીલીટર તેલ જ મળી રહ્યુ હતુ. અહી સૌથી મહત્વની વાત એ છે કે આ ગોરખધંધામાં યૂપી પેટ્રોલ પંપ એસોસિએશનના અધ્યક્ષ બીએન શુક્લનુ પેટ્રોલ પંપ (સ્ટેંડર્ડ ફ્યુલ સ્ટેશન)નો પણ સમાવેશ છે. 
 
એસએસપી એસટીએફ અમિત પાઠકે જણાવ્યુ કે પકડાયેલા ઈલેક્ટ્રીશિયન રાજેન્દ્રના મુજબ રાજધાની ઉપરાંત અન્ય જીલ્લાના સેકડો પેટ્રોલ પંપમાં પણ આ ગડબડી કરવામાં આવી છે. આરોપી રાજેન્દ્ર મુજબ પેટ્રોલ પંપમાં નોઝલની નીચે ચિપ લગાવવામાં આવતી હતી. જેનુ એક સર્કિટ મશીનમાં લગાવેલુ હતુ. ચિપ રિમોટના દ્વારા સંચાલિત થતુ હતુ. છાપા પછી બધા પેટ્રોલ પંપો પર વેચાણ રોકવામાં આવ્યુ છે અને સ્ટૉકનુ મિલાન કરવામાં આવી રહ્યુ છે. 
 
આ પંપો પર થઈ રહી હતી ચોરી 
 
- લાલતા પ્રસાદ ફિલિંગ સ્ટેશન, મેડિકલ કોલેજ 
- લાલતા પ્રસાદ ફિલિંગ સ્ટેશન ડાલીગંજ 
- સ્ટેન્ડર્ડ ફ્યૂલ સ્ટેશન મડિયાંવ 
- માં ફિલિંગ સ્ટેશન, ગલ્લામંડી 
- સાકેત ફિલિંગ સ્ટેશન ચિનહટ 
- શિવનારાયણ ફિલિંગ સ્ટેશન કૈટ 
- બ્રિજ ઑટો કેયર, નિકટ ફન મૉલ