શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (11:56 IST)

SC એ વિજય માલ્યાને ફટકારી 4 માસની સજા અને 2 હજાર રૂપિયા દંડ, જાણો શું છે મામલો

સુપ્રીમ કોર્ટના અનાદર મામલે વિજય માલ્યાને કોર્ટે 4 મહિનાની સજા ફટકારી છે. કોર્ટે માલ્યાને 2000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. દંડ ન ચૂકવે તો વધુ 2 મહિનાની સજા માલ્યાએ ભોગવવી પડશે. એટલું જ નહીં કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલર પણ 4 અઠવાડિયામાં ચૂકવવા કહ્યું છે.